ETV Bharat / city

Unseasonal Rain In Junagadh: કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, શિયાળુ પાકને થઈ શકે છે નુકસાન - ગુજરાતમાં કેરીની ખેતી

જૂનાગઢ (Unseasonal Rain In Junagadh), ગીર સોમનાથ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી થયેલા કમોસમી વરસાદ (Unseasonal Rain In Gujarat)ના કારણે ખેડૂતોની ચિંતા (Agriculture problems in Gujarat) વધી ગઈ છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાકોને નુકસાન થવાની ભીતિ છે.

Unseasonal Rain In Junagadh: કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, શિયાળુ પાકને થઈ શકે છે નુકસાન

author img

By

Published : Jan 7, 2022, 3:33 PM IST

જૂનાગઢ: છેલ્લા 2 દિવસથી સોરઠના જૂનાગઢ (Unseasonal Rain In Junagadh), ગીર સોમનાથ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain In Gujarat) થયો હતો. આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી (Agriculture problems in Gujarat) બની શકે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (Junagadh Agriculture University)ના સંશોધન વૈજ્ઞાનિકે કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકો (Winter crops in Gujarat) અને આંબામાં નુકસાનની સાથે કેટલાક રોગ અને જીવાતનો ઉપદ્રવ થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

કમોસમી વરસાદ શિયાળુ પાકો માટે બની શકે છે મુશ્કેલી

જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

પાછલા 2 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં (Unseasonal Rain In Saurashtra) અને ખાસ કરીને સોરઠના વિસ્તાર એવા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું હતું, પરંતુ જે પ્રકારે રવિ સીઝનમાં કૃષિ પાકોને અને ખાસ કરીને કેરીની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ મુશ્કેલીનો વરસાદ બની શકે છે તેવી શક્યતાઓ જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને રિસર્ચ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. કમોસમી વરસાદ પડવાને કારણે શિયાળુ પાકોની સાથે આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વરસાદ વિક્ષેપ ઊભો કરી શકે છે, જેને કારણે શિયાળુ પાકની સાથે ઉનાળુ ફળ પાક તરીકે આવતા કેરીના પાકને (Mango cultivation in Gujarat) પણ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: Unseasonal Rains In Patan : જિલ્લામાં ઊભો પાક નથી પણ જીવાતની ચિંતામાં ખેડૂતો

શિયાળુ પાકોમાં અનેક રોગ જીવાતનો ઉપદ્રવ વધી શકે છે

પાછલા 2 દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા, જીરુ, ધાણા સહિત ઉનાળામાં આવતા કેરીના પાકને પણ આ કમોસમી વરસાદ નુકસાન કરી શકે છે. વરસાદને કારણે મધિયા સહિતના ભૂકીછારો અને સુકારો જેવા રોગ (Winter crop diseases in Gujarat) આંબા અને અન્ય શિયાળુ પાકોમાં જોવા મળી શકે છે, જેના કારણે રવિ સિઝનના કૃષિ પાક તરીકે લેવાતા ઘઉં, ચણા, જીરું અને ધાણાના ઉત્પાદન પર રોગ જીવાતનો ઉપદ્રવ અને સુકારાને કારણે નુકસાન થઈ શકે છે.

ચણાના બંધારણ પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે

ખેડૂતોને ઉત્પાદનની સાથે પાક નિષ્ફળ જવાની ચિંતા.

સામાન્ય સંજોગોમાં ચણાના પાક પર લાગવાને લઈને ક્ષાર રૂપ આવરણ જરૂરી હોય છે. આવા સમયે ચણાના પાક પર વરસાદ પડવાથી સારયુક્ત આવરણ વરસાદના પાણીથી ધોવાઈ જાય છે, જેને કારણે પાકમાં ચણાનું બંધારણ થતું નથી અને તેને કારણે ખેડૂતોને ઉત્પાદનની સાથે પાક નિષ્ફળ જવાની ચિંતા પણ સતાવતી હોય છે.

આ પણ વાંચો: Meteorological Department Mawtha forecast: જામનગરમાં સતત બીજીવાર કમોસમી વરસાદ, ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.