જૂનાગઢઃ રાજ્ય પક્ષી સુરખાબને જોવા માટે પોરબંદરના મોકર સાગર અને જાવર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓ મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન આવતા હોય છે. દર વર્ષે 11 થી 12ની જૂનના દિવસે ખારા (Flamingo Pink Celebration)પાણીના કાદવવાળા વિસ્તારમાં રાજ્ય પક્ષી સુરખાબની પ્રણય લીલા જોઈ શકાય તે માટે અહીં ગુલાબી ઉજવણીનું આયોજન થાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીવિદો સમગ્ર રાજ્યમાંથી આવે છે અને સુરખાબની પ્રણય લીલાને પોતાના કેમેરામાં કેદ કરીને કુદરતનો આ ખૂબ જ જ્વલેજ જોવા મળતો નજારો નિહાળીને રાજ્ય પક્ષી સુરખાબની પ્રણય લીલાની તમામ ગતિવિધિઓ કેમેરામાં કેદ કરે છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં "પિન્ક સેલિબ્રેશન", ફ્લેમિંગો ફોસ્ટિવલ યોજાયો
સુરખાબ પ્રણય લીલા માટે પસંદ કરે છે પોરબંદરને - સુરખાબ બે પ્રજાતિમાં જોવા મળે છે. લેસર ફ્લેમિંગો (Laser flamingos)અને ગ્રેટર ફ્લેમિંગો(Greater flamingo) પ્રજાતિમાં લેઝર ફ્લેમિંગો ખૂબ જ મનોહર અને ગુલાબી રંગ પ્રણયલીલા દરમિયાન ધારણ કરે છે. ગુલાબી રંગ ધારણ કરનાર ફ્લેમિંગો નર પક્ષી હોય છે તે ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. પ્રણયલીલા દરમિયાન માદા ફ્લેમિંગોને આકર્ષિત કરવા માટે નર ગુલાબી રંગ ધારણ કરે છે. પોરબંદરનો દરિયાકાંઠાનો કાદવ વાળો વિસ્તાર એકદમ ગુલાબી બની જાય છે. જૂન માસમાં પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારને પ્રણય લીલા માટે પસંદ કરનાર ફ્લેમિંગો અહીંથી દૂર રહેલા કચ્છના ખારાપાણીના કાદવવાળા વિસ્તારમાં કાદવના માળા બનાવી ઈંડા મૂકે છે અને ત્યાં બચ્ચાને ઉછેરીને ફરીથી આજ સમય દરમિયાન પ્રણય લીલા માટે પોરબંદરનો દરિયા કિનારો પસંદ કરે છે. રાજ્ય પક્ષી સુરખાબ એક અનોખી વિશેષતા ધરાવે છે.
આ પણ વાંચોઃ Our State Bird Flamingo: પરિવારપ્રેમ સહિતની કેટલીક વિશેષતાઓને લઇ બને છે સૌથી નિરાળું
પક્ષી સુરખાબ પ્રદૂષણને ઘટાડે છે - સુરખાબ પ્રદૂષણ અને નુકસાનકારક લીલને દૂર કરવામાં ખૂબ ઉપયોગી બને છે. પોરબંદર વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોનો પ્રદૂષણયુક્ત પાણી પોરબંદરની ખાડી અને આસપાસના ખારાપાણીના કાદવવાળા વિસ્તારમાં જમા થાય છે. જેમાં પર્યાવરણને નુકસાન કારક લીલ ઉગે છે જેનો ખોરાક તરીકે ફ્લેમિંગો ઉપયોગ કરે છે જેથી પ્રદૂષણયુક્ત પાણી અને બિન ઉપયોગી લીલને નિયંત્રણ કરવામાં ફ્લેમિંગો ખૂબ મહત્વના સાબિત થયા છે.