ETV Bharat / city

ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં દર વર્ષે 2જી ડિસેમ્બરે પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી - જૂનાગઢ

ભોપાલ ગેસ દુર્ઘટનામાં હતાહત બનેલા પરિવારોનાં માનમાં દર વર્ષની 2જી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે સતત વધી રહેલું પ્રદૂષણ વાતાવરણની સાથે જળ અને જમીનને પણ ખુબ જ પ્રદૂષિત કરી રહ્યું છે, ત્યારે આજના દિવસે પ્રદૂષણ ઘટાડવાને લઈને સૌ કોઇ પ્રતિબધ્ધ બને તો પ્રદૂષણને ઘટાડવામાં આપણને સહકાર મળી શકે તેમ છે, નહીંતર આગામી દિવસોમાં પ્રદૂષણ સમગ્ર માનવજાતની સાથે પૃથ્વીને પણ કોળીયો બનાવીને ગળી જતું જોવા મળશે.

ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં દર વર્ષે 2જી ડિસેમ્બરે પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી

author img

By

Published : Dec 2, 2020, 7:22 PM IST

  • સતત વધી રહેલું પ્રદૂષણ વાતાવરણ અને માનવજીવન માટે બની રહ્યું છે ખતરા સમાન
  • આજે રાષ્ટ્રમાં પ્રદૂષણ નિવારણ દિવસ ની ઉજવણી થઇ રહી છે
  • ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં દર વર્ષે ૨જી ડિસેમ્બરે પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી
  • સતત વધી રહેલું પ્રદૂષણનું સ્તર ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા માટે જવાબદાર
  • પ્રદૂષણના કારણે ઋતુઓ ખૂબ જ અનિયમિત બની રહી છે, જેને કારણે પર્યાવરણીય ફેરફારો ઉદભવી રહ્યા છે
  • આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ

જૂનાગઢઃ આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં હતાહત થયેલા પરિવારો પ્રત્યે આદર આપવા માટે દર વર્ષની બીજી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સતત વધી રહેલું પ્રદૂષણનું સ્તર પર્યાવરણને ખૂબ મોટું અને ગંભીર કહી શકાય તેવું નુકશાન કરી રહ્યું છે, જેને કારણે ઋતુઓ અનિયમિત બનતા પર્યાવરણમાં મોટા ફેરફારો પાછલા કેટલાક વર્ષોમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે ગેસનું પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં સતત વધી રહ્યું છે, જેને કારણે દર વર્ષે પૃથ્વીનું તાપમાન સતત અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં દર વર્ષે 2જી ડિસેમ્બરે પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી

પ્રદૂષણને કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ વધતા વાતાવરણ બન્યું પ્રદૂષિત

જળ, જમીન અને વાયુમાં સતત વધી રહેલા પ્રદુષણને કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેને કારણે પૃથ્વીના વાતાવરણને સુરક્ષિત કરતું ઓઝોન વાયુનું સ્તર દિવસેને-દિવસે તૂટી રહ્યું છે, જેને કારણે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો કે જેને કેન્સર જેવી ગંભીર બીમારીના સર્જક કિરણો પૃથ્વીના વાતાવરણમાં સીધા પ્રવેશી જાય છે. જેને કારણે પૃથ્વીનું વાતાવરણ પ્રદૂષિત થાય છે, તેમજ આ પારજાંબલી કિરણો પૃથ્વીના તાપમાનને વધારવા માટે પણ કારણભૂત માનવામાં આવે છે. ત્યારે સતત વધી રહેલું પ્રદૂષણ દિવસેને દિવસે પૃથ્વી માટે ખતરનાક બની રહ્યું છે.

પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ ખૂબ જ હાનિ પહોંચાડી રહ્યું છે

સતત વધી રહેલું પ્લાસ્ટિકનું પ્રદૂષણ આજે ચિંતાજનક બની રહ્યું છે, પ્લાસ્ટિકના સામાન્ય બેગને ફરી પાછું પૃથ્વીના પડમાં આવ્યા બાદ તેને રિસાયકલ થતા અંદાજિત 300 કરતાં વધુ વર્ષનો સમય લાગે છે, આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો તે જ પ્લાસ્ટિકના પ્રદુષણને ઘટાડવા માટેનો હાથ વગો એકમાત્ર ઉપાય તરીકે જોવા મળી રહ્યો છે, સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે જળ અને જમીન પ્રદુષિત બની રહી છે, જેની લાંબા ગાળાની અસર જોઈએ તો પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે આવનારા દિવસોમાં આપણા જળ અને જમીન પ્રદૂષણની ચરમસીમાએ જોવા મળશે અને તેને અટકાવવા માટે આપણી પાસે એક પણ ઉપાયો હાથ વગા જોવા મળશે નહીં.

સતત વધતા પ્રદુષણને કારણે ઋતુઓ બની અનિયમિત અને અનિયંત્રિત

પ્રદૂષણની સૌથી મોટી અસર આપણા પર્યાવરણ પણ જોવા મળે છે, વાત ઋતુની કરીએ તો કેટલાક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પડે છે, તો કેટલાક વિસ્તારોમાં આ જ સમય દરમિયાન વરસાદની તીવ્ર અછત ઊભી થાય છે. શિયાળાના સમયમાં કેટલાક પ્રદેશો અને વિસ્તારોમાં હાડ થીજવી દે તે પ્રકારની ઠંડીનો અનુભવ થતો હોય છે, તો કેટલાક વિસ્તારોમાં શિયાળા દરમિયાન પણ પરસેવો વળે તે પ્રકારની ગરમીનો અહેસાસ પણ લોકો પાછલા કેટલાક વર્ષોમાં કરી રહ્યા છે, વાત ઉનાળાની કરીએ તો ઉનાળા દરમિયાન સતત વધી રહેલું તાપમાન પ્રદૂષણને આભારી છે, સામાન્ય 30થી 35 ડિગ્રી તાપમાન ધરાવતા વિસ્તારોમાં હવે એપ્રિલ અને મે મહિનાના સમયમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, આ જણાવે છે કે પ્રદૂષણને કારણે શિયાળો,ઉનાળો અને ચોમાસુ જેવી આપણી પારંપરિક ઋતુઓ પણ અનિયંત્રિત બની રહી છે, જેને કારણે સમગ્ર પૃથ્વીનું વાતાવરણ પ્રદુષિત બની રહ્યું છે, જો સમય રહેતા આપણે પ્રદૂષણ પર કોઈ નિયંત્રણ લાદવામાં સફળતા નહીં મળે તો આવનારા દિવસોમાં આ પ્રદૂષણ સમગ્ર માનવજાતની સાથે પૃથ્વીને પણ કાળનો કોળિયો બનાવી દેશે તેવા ચોક્કસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.