- જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં ચોરી
- રાજ ભવન એપાર્ટમેન્ટમાં રૂપિયા 3.85 લાખની ચોરી
- બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે હાથ ધરી તપાસ
જૂનાગઢઃ શહેરમાં વણજારી ચોક વિસ્તારમાં આવેલા રાજ ભવન એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા એક મકાનમાંથી રોકડ અને દાગીના મળીને કુલ રૂપિયા 3.85 લાખના મુદ્દામાલની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. પરિવાર બે દિવસ પહેલા બહાર ગામ ગયો હતો, ત્યારે તસ્કરોએ તકનો લાભ લઈને ચોરી કરી હતી. પરિવારની પોલીસ ફરિયાદને આધારે જૂનાગઢ LCB પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી
દિવસ દરમિયાન તસ્કરોએ કરી ચોરી
વણઝારી ચોકમાં આવેલા રાજુ ભવન એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન તસ્કરોએ ઘરમાં રહેલા કબાટમાંથી રૂપિયા 2.42 લાખ રોકડા અને 1.42 લાખના દાગીના મળીને કુલ રુપિયા 3.85 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. રાત્રિના સમયે જ્યારે પરિવાર પરત તેમના ઘરે આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થતા એ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફિંગર પ્રિન્ટની મદદથી તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસના જણાવ્યાં અનુસાર કોઇ જાણ ભેદુ હોઈ શકે છે, જેને લઈને ઝીણવટ ભરી તપાસ પણ ચાલી રહી છે.