- 27 માર્ચે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી થઇ રહી છે
- રંગમંચે વિશ્વને નાનાં-મોટાથી લઈને નામી-અનામી અને ખ્યાતનામ કલાકારોની ભેટ આપી છે
- રંગમંચની ભૂમિ લોકોની જીવંત લાગણીઓ સાથે આજે પણ જોડાયેલી જોવા મળે છે
જૂનાગઢ: 27 માર્ચે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ-1961થી સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. ત્યારથી આજદિન સુધી વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થતી આવી છે. રંગમંચે સમગ્ર વિશ્વને નાના-મોટા નામી-અનામી અને ખ્યાતનામ કલાકારોની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. રંગમંચ એક એવું માધ્યમ છે કે અહીંથી એકદમ નાના કલાકાર પણ ખૂબ મોટા ગજાનો અભિનય કરીને સમગ્ર સૃષ્ટિને એક વખત વિચારતો કરી મૂકે છે રંગમંચની ભૂમિ કોઈપણ વ્યક્તિને એક કલાકારના રૂપમાં અને વિશ્વને ખ્યાતનામ અદાકાર તરીકે લાવવાની કેમ મૂકવાની. ભૂમિ તરીકે ખૂબ જ મહત્વનો સ્થાન નિભાવ્યું છે જે આજના સમયમાં પણ જોવા મળી રહ્યું છે
આ પણ વાંચો: વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય
રંગલા-રંગલીનું પાત્ર આજે પણ સૌ કોઈના હોઠે અને હૈયે ગુંજતું જોવા મળે છે
રંગમંચની ભૂમિ અને રંગલા-રંગલીનું પાત્ર આજે પણ સૌ કોઈના હોઠે અને હૈયે ગુંજતું જોવા મળે છે, સાથે જ સૌ કોઈ એક વખત તેને જોવા માટે ઉભા રહી જાય છે. આજ શક્તિ રંગમંચની છે. રંગલો અને રંગલીનું પાત્ર આપણા જીવન સાથે વણાયેલું છે. જીવનની સારી-નરસી માઠી કે મીઠી ગમતી કે ના ગમતી વાતોને સમાજ જીવન સુધી પહોંચાડવા માટે જે માધ્યમ પૂરું પાડે છે. તે રંગમંચ રંગલો અને રંગલીનું પાત્ર જે મંચ પર ભજવવામાં આવે છે, તે રંગમંચ સમાજ સુધારકનો સંદેશો મારા તમારા સુધી પહોંચે છે. રંગમંચ માત્ર કલાકારોની અભિવ્યક્તિ પૂરતો મર્યાદિત નથી. અહીંથી સમાજ સુધારાની અનેક ચળવળો પણ આગળ વધી છે અને સાક્ષી સમગ્ર વિશ્વના લોકો થયા છે.
આ પણ વાંચો: પાટણમાં પટોળાના ઉદ્યોગ પર કોરોનાની માઠી અસર
રંગમંચે સમગ્ર વિશ્વને કલાની અભિવ્યક્તિ માટે એક ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે
રંગમંચ કોઈ પણ કલાકાર માટે પોતાની અભિવ્યક્તિને પુરવાર કરવા અને અભિવ્યક્ત થયેલી ભાવનાઓ લોકો સુધી પહોંચે તે માટેનું એક સબળ માધ્યમ બની ચુક્યું છે. આજે પણ આધુનિક સમાજમાં ટેક્નોલોજીના માધ્યમની વચ્ચે પણ રંગમંચ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સફળ રહ્યું છે. રંગમંચની ભૂમિથી શરૂ થયેલી અભિનયની કલા આધુનિક સમયમાં પણ એટલી જ પ્રસ્તુત જોવા મળે છે. રંગમંચ પર વ્યક્ત થયેલા ભાવનાઓ કે અભિનય પ્રત્યેક વ્યક્તિ સુધી ખૂબ જ ઝડપથી પહોંચતો જોવા મળે છે.
ખ્યાતનામ કલાકારની પ્રથમ સફર કે અભિનયની પ્રથમ ભૂમિ રંગભૂમિ ચોક્કસ જોવા મળે
રંગમંચની ભૂમિએ સમાજ સુધારકની ભૂમિ તરીકે પણ આદર સાથે સ્થાન પામતી રહી છે, એટલે જ કોઈપણ ખ્યાતનામ કલાકારની પ્રથમ સફર કે અભિનયની પ્રથમ ભૂમિ રંગભૂમિ ચોક્કસ જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક વ્યક્તિને કલાકાર સુધી પહોંચાડવા માટે રંગભૂમિ એકમાત્ર માધ્યમ છે અને તેના દ્વારા જ આજે વિશ્વને અનેક નામી-અનામી અને અનેક ખ્યાતનામ કલાકારો મળ્યા છે.