ETV Bharat / city

લૉકડાઉનની સ્થિતિએ પૃથ્વીની બદહાલી રોકી, જૂનાગઢના ચિત્રકારોનો સંદેશ - વિશ્વ પૃથ્વી દિવસ

lock down ને લઈને પૃથ્વી પર હકારાત્મક અસરો જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વના પ્રદૂષણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ચમત્કારિક ઘટાડાને જૂનાગઢના ચિત્રકારે કળામય અભિવ્યક્તિ આપી કેનવાસ પર ઊતાર્યો છે.

લૉક ડાઉનની સ્થિતિએ પૃથ્વીની બદહાલી રોકી, જૂનાગઢના ચિત્રકારોનો સંદેશ

author img

By

Published : Apr 22, 2020, 4:24 PM IST

Updated : Apr 26, 2020, 4:33 PM IST

જૂનાગઢઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકારની વચ્ચે lock down જોવા મળી રહ્યું છે. જેને લઇને સમગ્ર વિશ્વમાં અવકાશથી લઈને જમીન પરની તમામ ગતિવિધિઓ ઘરમાં કેદ થઈ છે. જેને કારણે વાતાવરણમાં પણ ખૂબ જ મોટા અને ચમત્કારી તેમ જ હકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યાં છે. છેલ્લાં ઘણા સમયથી પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા બની ગયું હતું પરંતુ આજે lock down ને લઈને પૃથ્વી પ્રદૂષણથી મુક્ત બની રહી છે. જેને જૂનાગઢના એક ચિત્રકારે કેનવાસ પર કંડારીને સમગ્ર વિશ્વની માનવજાતને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે

લૉક ડાઉનની સ્થિતિએ પૃથ્વીની બદહાલી રોકી, જૂનાગઢના ચિત્રકારોનો સંદેશ
જે પ્રકારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને ધ્યાને લઇને વિશ્વના 190 કરતા વધુ દેશોમાં છેલ્લા કેટલાક મહિનાથી lock down નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમો પણ બંધ છે. જેને કારણે તેનું પ્રદૂષણ હાલ સંપૂર્ણપણે બંધ છે. આવી પરિસ્થિતિ વિશ્વના 190 કરતાં વધુ દેશોમાં છે. કોરોના વાયરસને પગલે દુનિયાની તમામ ગતિવિધિઓ પર બ્રેક લાગી ગઇ છે પરંતુ આ બ્રેકે કુદરતને એવી ગતિમાન કરી છે કે વાતાવરણમાં ખૂબ જ ચમત્કારી અને ઝડપી ફેરફારો જોવા મળી રહ્યાં છે અને પૃથ્વી પરનું વાતાવરણ દિવસેને દિવસે પ્રદૂષણ મુક્ત અને બિલકુલ સ્પષ્ટ અને ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે.આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. પાછલા વર્ષોમાં આજના દિવસે પૃથ્વી પરના પ્રદૂષણ અને જૈવિક ગંભીર ફેરફારને લઇને સમગ્ર વિશ્વમાં ચિંતન અને મનન થતું હતું પરંતુ આજે કોરોના વાયરસે જે પ્રકારે સમગ્ર વિશ્વને ઘરમાં રહેવાની ફરજ પાડી છે એ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ પુષ્કળ માત્રામાં અને કોઈ પણ સજીવ ને અનુકૂળ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. નદીનાળાંના પ્રદૂષણમાં પણ ૫૦ ટકા કરતા વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. દરિયાઈ માર્ગ પર આવનજાવન અને માછીમારી પણ બંધ રહી હતી જેને કારણે દરિયાઈ જીવસૃષ્ટિનું વાતાવરણ પણ ખૂબ જ પ્રફુલ્લિત અને ચોખ્ખું બન્યું છે. આવા દ્રશ્યોનેે જૂનાગઢના ચિત્રકારોએ કેનવાસ પર કંડારીને કળામય અભિવ્યક્તિ આપી છે. કોરોના માનવજાત માટે આફતરૂપ માનવામાં આવી રહ્યો છે પરંતુ એને કારણે જે પ્રકારે lockd own નો અમલ સમગ્ર વિશ્વમાં થયો તે પૃથ્વીના વાતાવરણ માટે ખૂબ જ આશીર્વાદ સમાન માનવામાં આવ્યો છે. અને આ જ વિચારને જૂનાગઢના ચિત્રકારોએ કેનવાસ પર કંડારીને સમગ્ર વિશ્વને આ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

Last Updated : Apr 26, 2020, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.