- પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે સતત વધી રહી છે ગરમી
- ગ્રીન હાઉસ ગેસની અસરને લીધે ઉનાળાના સરેરાશ તાપમાનમાં થઈ રહ્યો છે બે ડિગ્રી સુધીનો વધારો
- હાલ મિશ્ર ઋતુમાં પણ ઉનાળા જેવી આકરી ગરમી જોવા મળી રહી છે
- સતત વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં થઈ રહ્યો છે સતત વધારો
આ પણ વાંચો : ગ્લોબલ વોર્મિંગ ઈફેક્ટઃ સૌરાષ્ટ્રમાં ત્રેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ
જૂનાગઢ: સતત વધી રહેલું વૈશ્વિક પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે તાપમાનમાં દર વર્ષે સતત 1 ડિગ્રીથી લઈને 2 ડિગ્રી સુધી વધારો થઈ રહ્યો છે. જેની કારમી અસરો હવે વાતાવરણમાં પણ જોવા મળી રહી છે. ગ્રીન હાઉસ ગેસ અને પ્રદૂષણને કારણે વાતાવરણમાં 1થી લઈને 2 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આ સમયમાં મિશ્ર ઋતુને કારણે નહીં ઠંડી કે નહીં ગરમીનો અહેસાસ લોકોને થતો હોય છે. પરંતુ વર્તમાન સમયમાં આકરા ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. જેને હવામાન શાસ્ત્રીઓ પ્રદૂષણ તેમજ ગ્રીનહાઉસ ગેસને કારણે વાતાવરણમાં બદલાવ થયો છે તેવું માની રહ્યાં છે.
આ પણ વાંચો : આજે વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસઃ ઓઝોન ગ્લોબલ વોર્મિંગ માટે ખતરારૂપ
પાછલા કેટલાક વર્ષોથી તાપમાનમાં સતત વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે
પાછલા કેટલાક વર્ષોથી શિયાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઉનાળાના મહત્તમ તાપમાનમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ દર વર્ષે 1થી લઈને 2 ડિગ્રી સુધી વધુ જોવા મળે છે. જેને કારણે લોકો કાતિલ ઠંડીમાં સપડાતા જોવા મળે છે. તો બીજી તરફ ઉનાળા દરમિયાન સતત વધી રહેલી ગરમીને કારણે લોકો અકળાઈ રહ્યાં છે. માર્ચ મહિના દરમિયાન પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ શહેરના તાપમાનમાં 1થી લઇને 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યું છે. જેને કારણે જૂનાગઢ શહેરમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે. તાપમાનનો આ બદલાવ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણને કારણે થઈ રહ્યું છે. તેવું હવામાન શાસ્ત્રીઓ માની રહ્યાં છે.