- પાંચ વર્ષમા સારા-નરસા કામોને લઈને મતદારોમાં અસંતોષ
- જૂનાગઢ જિલ્લા પંચાયતની માંગરોળ ઓજી બેઠક પર કોનો થશે કબજો
- માળખાકીય સુવિધાઓ અને પ્રાથમિક જરૂરિયાતોને લઈને મતદારોમાં છે અસંતોષ
જૂનાગઢઃ જિલ્લા પંચાયતની માંગરોળ ઓજી બેઠકમાં આવતા મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ etv ભારતે કર્યો હતો. જેમાં કેટલાક ગામોમાં વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તો કેટલાક ગામો આજે પણ માળખાકીય સુવિધાઓ અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. જેને લઇને આ વિસ્તારના મતદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
રાજકીય પક્ષો નિષ્ફળ નીવડયા
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આવતી માંગરોળ ઓજી બેઠક પર વિકાસના કામોને લઈને મામલો ફિપ્ટી ફિપ્ટી જોવા મળી રહ્યો છે. વર્ષ 2015માં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે સેજાભાઈ કરમટા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા પરંતુ વિકાસના કામોને લઇને મામલો અડધો અડધ ગૂંચવાઈ રહ્યો છે. જેને કારણે મતદારોમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યું છે. માંગરોળ ઓજી બેઠકના મતદારોનો etv ભારતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા કેટલીક સમસ્યાઓ આંખે ઉડીને વળગી હતી. જે પાછલા કેટલાય વર્ષોથી જેમની તેમ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની મુશ્કેલ અને વિપરીત પરિસ્થિતિ ગામ લોકો પાછલા પચાસ કરતાં વધુ વર્ષોથી ભોગવી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી આ વિસ્તારમાં આ સમસ્યાનો તોળ કરવામાં તમામ રાજકીય પક્ષો નિષ્ફળ નીવડયા છે.
સૌચાલય અને મકાન સહાય પણ હજુ સુધી વિલંબમાં લાભાર્થીઓમાં પણ છે કચવાટ
માંગરોળ ઓજી જિલ્લા પંચાયત બેઠકમાં શૌચાલયો અને સરકારી આવાસ યોજના નીચે સહાયને પણ પહોંચતી કરવામાં આવી નથી જેને લઇને આ ગામના લાભાર્થીઓ માં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે એક તરફ કેન્દ્ર સરકાર સોચાલય ને લઈને ભારે પ્રચાર અને પ્રસાર કરી રહી છે તો બીજી તરફ સૌચાલય ની સહાય હજુ સુધી નહીં મળતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે તો બીજી તરફ નાણાપંચની મકાન સહાયની રકમ પણ હજુ સુધી લાભાર્થીઓ પાસે પહોંચી નથી જેને લઇને લાભાર્થીઓ માં તેમની સહાય ને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.