- ETV Bharat સિંહોના સ્થળાંતરને લઈને પ્રસિદ્ધ કરેલા અહેવાલની સામે આવી સત્યતા
- ગત રાત્રીના સમયે કેટલાક સિંહોને વનવિભાગના વાહનોમાં અન્યત્ર વિસ્તારમાં ખસેડાયા
- સિંહોને ખસેડાતા રાજુલાના સ્થાનિક ધારાસભ્ય અમરિશ ડેરે સરકારને આપી ચીમકી
જૂનાગઢઃ રાજુલામાંથી સિહોને ખસેડાતા રાજુલાના સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેરે વિરોધ વ્યક્ત કર્યો છે અને સિંહોને પરત રાજુલા મોકલવામાં નહીં આવે તો લોકોના રોષનો ભોગ સરકાર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
વનવિભાગની સિંહોને રાજુલાના કોવાયાથી અન્યત્ર વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાના ગુપ્ત ઓપરેશન
સિંહોના સ્થળાંતરને લઈને રાત્રીના સમયે વન વિભાગના વાહનોમાં સિંહોને અન્ય જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે તેવુ સ્પષ્ટ જોઈ શકાય છે. સિંહોના સ્થળાંતરને લઈને હજુ સુધી વનવિભાગ કોઈ ચોક્કસ માહિતી પૂરી પાડતું નથી પરંતુ જે પ્રકારે સિંહોને ગઈકાલે સ્થળાંતરિત કર્યા છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે વનવિભાગની સિંહોને રાજુલાના કોવાયાથી અન્યત્ર વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાના ગુપ્ત ઓપરેશન અંતે ખુલ્લું પડી ગયું છે.
આ પણ વાંચોઃ પીપાવાવના સિંહોને ધારી નજીક સ્થળાંતર કરાતા સિંહ પ્રેમીઓમાં રોષ