ETV Bharat / city

મજૂર દિવસે મજૂરોની હાલત કફોડી, સરકાર પાસે પરિવારના નિભાવ ખર્ચની કરી માગ

રાષ્ટ્રીય મજૂર દિવસે જૂનાગઢમાં મજૂરો કપરી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા 38 દિવસથી રોજગારીની શોધમાં મજૂર પરિવારો હવે મહા મુસીબતમાં હોય તેવું લાગી રહ્યું છે.

ETV BHARAT
મજૂર દિવસે મજૂરોની હાલત કફોડી, સરકાર પાસે પરિવારના નિભાવ ખર્ચની માગ
author img

By

Published : May 1, 2020, 5:14 PM IST

જૂનાગઢ: આજના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આજના જ દિવસે લોકડાઉનના કારણે મજૂરો રોજગારી ગુમાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 38 દિવસથી રોજગારી વગર બેઠેલા મજૂરો હવે સરકાર તેમના તરફ કૃપાદ્રષ્ટિ કરીને પરિવારના નિર્વહન માટે કોઈ મદદ કરે તેવી માગ કરી રહ્યાં છે.

મજૂર દિવસે મજૂરોની હાલત કફોડી, સરકાર પાસે પરિવારના નિભાવ ખર્ચની માગ

કોરોના વાઇરસના હાહાકાર અને 38 દિવસના લોકડાઉનની વચ્ચે આજે સમગ્ર દેશની સાથે જૂનાગઢમાં પણ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કારણે એક પણ કાર્યક્રમનું આયોજન કરાયું નથી. જે પ્રકારે મજૂરો પોતાને મજૂરી મળી રહે તેવી ચિંતામાં આજે ૩8 દિવસ જેટલો સમય પસાર કરી ચૂક્યા છે, ત્યારે આવા મજૂરના પરિવાર સાથે તેમનો જીવન નિર્વાહ પણ મુશ્કેલ અને વિકટ બની રહ્યો છે.

ETV BHARAT
મજૂર દિવસે મજૂરોની હાલત કફોડી, સરકાર પાસે પરિવારના નિભાવ ખર્ચની માગ

મજૂર દિવસે મજૂરો સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે કે, મજૂર પરિવારોના નિર્વાહ માટે રાજ્ય સરકાર આગળ આવે અને મજૂરી વગર છેલ્લા 38 દિવસથી માત્ર સમય પસાર કરી રહેલા પરિવારોને કોઈ સહાય આપવામાં આવે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત 500 કરતાં વધુ મજૂરો દૈનિક મજૂરી કામ કરીને રોજગારી મેળવી રહ્યા હતાં અને એના થકી 500 કરતાં વધુ પરિવારોનું ઘર પણ ચાલતું હતું, પરંતુ કોરોના વાઇરસના ભયના કારણે સમગ્ર દેશના વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. જેથી આ મજૂરોની રોજીરોટી પણ બંધ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.