- પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી
- જિલ્લાના 7875 શિક્ષકોએ લીધી કોરોના રસી
- શિક્ષકો અને શાળા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને રસીથી આપવા માટે અભીયાન શરૂ કરાયું
જૂનાગઢઃ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને કોરોનાની રસી આપવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં 7875 શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી હતી. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા અને પુરુષ શિક્ષકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કો હજી આગળ ધપાવવામાં આવશે અને ક્રમ અનુસાર તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની સાથે શાળામાં કામ કરતાં મોટાભાગના કર્મચારીઓને કોરોના રસી લગાવવામાં આવશે.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી
જિલ્લાના તમામ શિક્ષકોને કોરોના રસી અપાશે
કોરોના સંક્રમણ કાળમાં શિક્ષકોએ પોતાની જવાબદારીઓ શિક્ષણની સાથે સામાજિક રીતે પણ નિભાવી હતી. શિક્ષકોએ લોકડાઉનમાં શિક્ષણની સાથે સામાજિક જવાબદારીઓ પોતાના ખભા પર ઉઠાવીને કોરોના સંક્રમણ શક્ય તેટલું ઘટાડી શકાય તે માટે રાત-દિવસ એક કરી સતત કામ કર્યું હતું. ત્યારે કોરોનાના આ નવા તબક્કામાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો અને શાળા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને કોરોના રસીથી આપવા માટે અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન આગામી દિવસોમાં પણ આગળ વધતું જોવા મળશે અને જૂનાગઢ જિલ્લાના તમામ શિક્ષકો અને શાળામાં કામ કરતા કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે.