- ગિરનાર રોપ-વે બનવાથી સ્વામી સચ્ચિદાનંદ 67 વર્ષ બાદ પહોંચ્યા મા અંબાના ચરણોમાં
- દંતાલી આશ્રમના મહંત સ્વામી સચ્ચિદાનંદે કર્યા અંબાના દર્શન
- સ્વામી સચ્ચિદાનંદે ખેડૂત આંદોલન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી
જૂનાગઢ: દંતાલી આશ્રમના મહંત સ્વામી સચ્ચિદાનંદ આજે રવિવારે 68 વર્ષ બાદ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગિરનાર રોપ-વે બનવાને કારણે તેઓ 67 વર્ષ બાદ મા અંબાના દર્શન કરવા આજે રવિવારે જૂનાગઢ પધાર્યા હતા. સર્વ પ્રથમ વખત તેમણે યુવાન વયે મા અંબાના દર્શન કર્યા હતા. ત્યારે આજે 90 વર્ષની ઉંમરે પહોંચેલા સચ્ચિદાનંદે મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે-સાથે રાજકીય નેતાઓને કાર્યકરોમાં જે નીતિમત્તાનુ મૂલ્ય દિવસેને દિવસે નીચું જઇ રહ્યું છે. તે અંગે ચિંતા વ્યક્ત કરીને ખેડૂત આંદોલન પર પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે લોકો મોદીને કાઢવા માગે છે, તેવા લોકો આંદોલનનો દોરીસંચાર કરી રહ્યા છે. સ્વામી સચ્ચિદાનંદે ખેડૂતના આંદોલનને અયોગ્ય અને ગેર વ્યાજબી ગણાવ્યું હતું તેમજ માં અંબાના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.
ખેડૂત આંદોલન અંગે સચ્ચિદાનંદે આપી પ્રતિક્રિયા, કહ્યું-મોદીને કાઢવા માગતા રાજકીય લોકોનું આંદોલનમાં છે દોરીસંચાર
દંતાલી આશ્રમના ગાદીપતિ સ્વામી સચ્ચિદાનંદ આજે રવિવારે ગિરનાર પર્વત પર બિરાજતા અંબાજીના દર્શન કરીને ખુબ જ ધન્યતા અનુભવી હતી. આજથી 67 વર્ષ પૂર્વે યુવાન વયે સ્વામી સચ્ચિદાનંદે ગિરનારની સીડીઓ ચડીને મા અંબાજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે રવિવારે 68 વર્ષ બાદ 90 વર્ષની ઉંમરે પહોંચેલા સ્વામી સચ્ચિદાનંદે માં અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ 67 વર્ષ બાદ ગિરનાર રોપ-વે બનવાને કારણે તેઓ માં અંબાજીના દર્શન કરવા સુધી પહોંચ્યા હતા તેને લઈને ખુબ જ લાગણીસભર બનેલા સ્વામી સચ્ચિદાનંદે અંબાજીના ચરણમાં શીશ ઝુકાવીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટેની પ્રાર્થના પણ કરી હતી.
અંબાજી દર્શન કરવા પહોંચેલા સ્વામી સચ્ચિદાનંદે રાજકીય નીતિમત્તા અને ખેડૂત આંદોલન પર આપ્યું નિવેદન
67 વર્ષ બાદ અંબાજીના દર્શન કરવા પહોંચેલા આધ્યાત્મિક ગુરુ સ્વામી સચ્ચિદાનંદે વર્તમાન રાજકારણ અને રાજકીય નેતાઓ પર ખૂબ જ કટાક્ષભર્યા વાંક બાણ ચલાવ્યા હતા. આજે રવિવારે તેમણે અંબાજી માતાના ચરણોમાં ઢેબરભાઈને યાદ કરીને જે રાજકીય નીતિમત્તાનું મૂલ્ય દિવસેને દિવસે નીચું ઉતરી રહ્યું છે, તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આજથી 40-50 વર્ષ પૂર્વે રાજકીય કાર્યકરો અને નેતાઓમાં પ્રજા પ્રત્યેની જે સદભાવના અને સમદ્રષ્ટિ જોવા મળતી હતી તેવું આજના રાજકીય વાતાવરણમાં ક્યાંય જોવા મળતું નથી. જે દુઃખદ વાત કહી શકાય વધુમાં સ્વામી સચ્ચિદાનંદે ખેડૂત આંદોલન અંગે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર આંદોલનની પાછળ કોઈ રાજકીય વ્યક્તિઓ દોરીસંચાર કરી રહ્યા છે. તેની પાછળનું એક માત્ર કારણ મોદી હટાવો હોઈ શકે છે અને જે લોકો મોદીને સત્તામાંથી દૂર કરવા માટે મથામણ કરી રહ્યા છે તે લોકો હવે ખેડૂત આંદોલનને ટેકો આપીને મોદીને નુકસાન કરવાની પેરવી કરી રહ્યા છે. વધુમાં તેમણે ખેડૂત આંદોલનને અયોગ્ય અને દુઃખદ પણ ગણાવ્યું હતું.