- જૂનાગઢ મહાનગરપાલિકાએ વીજળી બીલ ન ભરતા નોટિસ
- વીજળી કંપનીએ રૂ. 5 કરોડના બીલ ચૂકવવા આપી નોટિસ
- 24 કલાકમાં બીલન નહીં ભરે તો વીજ કનેક્શન કાપી નખાશે
જૂનાગઢઃ જૂનાગઢ મહા નગરપાલિકાનું પાછલા કેટલાક વર્ષોનું ચડત વીજબીલ અંદાજિત 5 કરોડ કરતા વધુનું ચૂકવી આપવા માટે વીજ કંપનીએ નોટિસ બજાવી છે. આગામી 24 કલાકમાં વીજ બિલ ભરી આપવાની નોટિસમાં જાણ કરવામાં આવી છે. નહીં તો વીજ કંપની મનપાનું વીજ કનેકશન કાપી નાખશે તેવી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક વર્ષોથી બાકી રહેલું વીજ બીલ ભરી આપવા 24 કલાકની મુદત આપવામાં આવી છે.
જૂનાગઢ મનપાને વીજ કંપની દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 5 કરોડ જેટલું ચડત વીજ બીલ ચૂકવી આપવા માટે તાકીદ કરવામાં આવી છે. આ વીજ બીલ આગામી 24 કલાકમાં ભરી આપવાનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે. વીજળી બીલ 24 કલાકની અંદર નહીં ભરવામાં આવે તો મનપાને આપવામાં આવેલું વીજળીનું કનેકશન કાપી નાંખવાની ચીમકી પણ આપવામાં આવી છે અને તેના માટે માત્ર જૂનાગઢ મનપાનું તંત્ર જવાબદાર હશે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં સ્ટ્રિટ લાઈટ અને પાણી પૂરવઠો લોકો સુધી પહોંચે તે માટે મોટા ભાગે વીજળીનો વપરાશ કરવામાં આવતો હોય છે. જૂનાગઢ મનપા આ ખર્ચમાં સૌથી મોટો ખર્ચ સ્ટ્રિટ લાઈટ શાખાને આવતો હોય છે, જેનું બિલ પણ ખૂબ મોટું જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ મનપા દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની જૂનાગઢને વીજ બીલ ભરી આપવામાં આવશે તેવી વ્યવસ્થા પણ કરાશે.