- દેવાધિદેવ મહાદેવના શણગારનું ખૂબ મહત્વ
- ત્યજેલા શણગારને શિવે કર્યા શરીર પર ધારણ
- ધતુરાનુ પુષ્પ અને સર્પ ભગવાન શિવને છે અતિ પ્રિય
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસ ( Shravan Month 2021) ચાલી રહ્યો છે, આ સમય દરમિયાન દેવાધિદેવ મહાદેવના શણગારને લઈને પણ શિવભક્તોમાં ભારે આસ્થા અને ઉત્કંઠા જોવા મળતી હોય છે. તમામ દેવી-દેવતાઓ તેમના અલગ અલગ શણગારને લઈને સનાતન હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે. દેવી-દેવતાઓના શણગાર પણ સનાતન હિંદુ ધર્મનો એક ભાગ ગણવામાં આવે છે, ત્યારે દેવાધિદેવ મહાદેવ( Lord Shiva )નો શણગાર પણ શ્રાવણ માસમાં ખાસ કરીને શિવભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. જે દેવી-દેવતાઓએ શણગાર તરીકે પુષ્પથી લઈને વહનનો ત્યાગ કર્યો છે, તેવા તમામને ભોળાનાથે પોતાના શરીર પર ધારણ કરીને શણગાર તરીકે સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો :શિવલિંગ પર શાં માટે ચડાવવામાં આવે છે બીલીપત્ર, જાણો...
ધતુરાનું ફુલ અને સ્મશાનની રાખનું ખૂબ મહત્વ
મહાદેવ તેમના શરીર પર સ્મશાનની રાખથી લઈને ધતુરાનું ફૂલ, ભાંગ, સર્પ અને નંદીને પોતાના વહનનું માધ્યમ બનાવ્યું છે, આ તમામ પુષ્પોથી લઈને નંદી હિન્દુ ધર્મના દેવી-દેવતાઓએ પોતાના શણગાર અને વહનને પ્રસંદ કર્યા બાદ જે બાકી રહી ગયું હતું અથવા તો અન્ય દેવી-દેવતાઓએ તેમનો અસ્વીકાર કર્યો હતો. દેવાધિદેવ મહાદેવએ પોતાના શણગાર તરીકે તમામને સ્વીકાર કરીને ત્યાગ કરાયેલા તમામને ગળે લગાડીને મહાદેવ તમામ જીવ માત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો. આવો સંકલ્પ તમામ જીવ તેમના જીવનકાળ દરમ્યાન સંકલ્પ સિદ્ધ બને તેવી કામના મહાદેવ કરી હતી, કોઇ પણ વ્યક્તિ કે જીવ ક્યારેય પણ ત્યજ્ય ન હોઈ શકે, જેને કારણે જ દેવાધિદેવ મહાદેવને સમગ્ર દેવોના દેવ મહાદેવ તરીકે સનાતન હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.
આ પણ વાંચો : શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
કેતકનું પુષ્પ ભોળાનાથને નથી ચડાવવામાં આવતું
શિવલિંગની ઉત્પત્તિને લઈને બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ભારે વિવાદ થયા બાદ, તેમાં શિવલિંગની ઉત્પત્તિને શોધવા માટે બ્રહ્માજીના કહેવાથી કેતક પુષ્પક શિવલિંગનું ઉત્પત્તિ સ્થાન પોતે શોધી લાવ્યા છે અને તેના સાક્ષી તરીકે બ્રહ્માજી સાથે કેતક પુષ્પ હતું. એવું જુઠાણું બ્રહ્માજીના કહેવાથી કેતક પુષ્પે દેવાધિદેવ મહાદેવ સમક્ષ બોલ્યું હતું, ત્યારથી એકમાત્ર કેતકનું ફુલ ભગવાન મહાદેવ પર અભિષેક થતું નથી. આ સિવાય જગતની તમામ ઔષધિથી લઈને પુષ્પો દેવાધિદેવ મહાદેવ પર અભિષેક કોઈપણ શિવ ભક્ત કરી શકે છે અને તેનો સ્વીકાર ભોળાનાથ પણ કરી રહ્યા છે.