જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી માટેના "સેવા સપ્તાહ"અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં વૃક્ષારોપણ કરી સંસદસભ્ય પૂનમ માડમે "ગ્રીન ઇન્ડીયા" સાર્થક કરવા સૌને આહવાન કરી છે.
આ પ્રસંગે પૂનમ માડમે તમામ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા આગ્રહ કર્યો હતો અને સેવા સપ્તાહનો ઉત્સાહભર્યા અને ગૌરવભર્યા માહોલમાં શુભારંભ કરાવતા જનસેવા-પ્રકૃતિ સેવા-જન ઉત્કર્ષ માટેના પ્રેરણારૂપ પ્રકલ્પ સાકાર થયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ વગેરેએ હાજર રહ્યા હતા.