ETV Bharat / city

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપની કરી શોધ, ખેડૂતોને ઈયળના ઉપદ્રવ સામે મળશે રક્ષણ - જૂનાગઢ સમાચાર

વર્તમાન સમયમાં ખેડૂતોને ઉપયોગી અનેક પ્રકારની સાધનસામગ્રી ઉપલબ્ધ છે. તેવામાં જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં ફેરોમોન ટ્રેપનું સંશોધન કર્યું છે. આ ટ્રેપની મદદથી મગફળી, કપાસ સહિત શાકભાજીના પાકમાં જોવા મળતી ગુલાબી કાળી લશ્કરી અને કાબરી ઈયળના ઉપદ્રવ સામે રક્ષણ મળી શકે છે, જેના કારણે ખેડૂતોને ખર્ચાળ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળશે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપની કરી શોધ, ખેડૂતોને ઈયળના ઉપદ્રવ સામે મળશે રક્ષણ

author img

By

Published : Nov 1, 2021, 11:37 AM IST

  • જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની ખેડૂતલક્ષી વધુ એક સિદ્ધિ
  • વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપ બનાવીને ખેડૂતોને ઈયળોના ઉપદ્રવથી બચાવવાનો વિકલ્પ પૂરો પાડ્યો
  • ફેરોમોન ટ્રેપથી નુકસાનકારક ઈયળનો નાશ થતાં ખેડૂતોના પાકને નુકશાનનીથી બચાવી શકાય છે

જૂનાગઢઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના (Junagadh Agriculture University) જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં (Biological control laboratory) ફેરોમોન ટ્રેપનું (Pheromone trap) સંશોધન કરવામાં આવ્યું છે. આ ફેરોમોન ટ્રેપથી મગફળી કપાસ સહિત શાકભાજીના પાકમાં જોવા મળતી ગુલાબી કાળી લશ્કરી અને કાબરી ઈયળના ઉપદ્રવ સામે રક્ષણ મળી શકે છે, જેના કારણે ખેડૂતોને સારા કૃષિ પાકની સામે નુકસાનકારક ઈયળના નિયંત્રણ કરવા મોંઘા અને ખર્ચાળ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળી રહી છે. આ ફેરોમોન ટ્રેપના ઉપયોગથી ખેડૂતો પોતાના કૃષિ પાકોને ઈયળોના ઉપદ્રવથી રક્ષણ મેળવી શકે છે.

આ પણ વાંચો- Trichocard આપશે પાકમાં જીવાતો સામે રક્ષણ, જૂનાગઢ જૈવિક પ્રયોગશાળાની શોધ

ખેડૂતોને ઈયળના ત્રાસમાંથી રક્ષણ મળશે

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના (Junagadh Agriculture University) જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં (Biological control laboratory) ખેડૂતોને ઉપયોગી અને કૃષિ પાકોને ઈયળોના ઉપદ્રવથી બચાવી શકે તે પ્રકારના વૈજ્ઞાનિક સાધનની શોધ કરી છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલું ફેરોમોન ટ્રેપ મગફળી, કપાસ, બાજરી, મકાઈ સહિત શાકભાજીના પાકમાં જોવા મળતી ગુલાબી, લીલી, કાબરી અને લશ્કરી ઈયળ સામે ખેડૂતોના પાકને બચાવીને ઈયળો દ્વારા થતા સંભવિત નુકશાનથી ખેડૂતોને રક્ષણ આપે છે. આના કારણે કૃષિ પાકોની ઉપજ અને તેની ગુણવત્તા ખૂબ જ સારી હોવાથી ખેડૂતોને સારું આર્થિક વળતર પણ કૃષિ પાકો થકી મળી રહ્યું છે. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની શોધો ખેડૂતો માટે આજે આશીર્વાદ સમાન બની રહી છે

વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપ બનાવીને ખેડૂતોને ઈયળોના ઉપદ્રવથી બચાવવાનો વિકલ્પ પૂરો પાડ્યો

આ પણ વાંચો- Research in space science : અરવલ્લીની પ્રાચી વ્યાસને NASA એ આપ્યા પ્રમાણપત્રો

ફેરોમોન ટ્રેપમાં નર ઈયળનું ફૂદું આકર્ષિત થાય છે અને ત્યાં ફસાઈ જતા ઈયળનું નિયંત્રણ થાય છે

ફેરોમોન ટ્રેપ (Pheromone trap) કોઈ પણ ખેડૂતને કૃષિ પાકોમાં ઈયળનો ઉપદ્રવ છે કે નહીં તે જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્લાસ્ટિક અને પોલિથિલિનમાંથી બનાવવામાં આવેલા આ સાધનમાં નરના ઈયળના ફુદાને આકર્ષિત કરી શકાય તે માટેની વ્યવસ્થા ફેરોમોન ટ્રેપ માં જોવા મળે છે, જેમાં નર ઈયળનું ફૂદું માદા ઈયળના ફુદુથી આકર્ષિત થઈ શકે તે પ્રકારે જે તે જાતિના ઈયળની માદાનું સેમ્પલ અંદર રાખવામાં આવ્યું હોય છે. આનાથી આકર્ષાઈને નર ફુદુ આ ફેરોમોન ટ્રેપમાં દાખલ થાય છે અને ત્યાં તેનો નાશ થાય છે. આમ, આ ફેરોમોન ટ્રેપ થકી કોઈ પણ કૃષિ પાકોમાં અને ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ, બાજરી સહિત મોટા ભાગના શાકભાજી પાકમાં આ ટ્રેપનો ઉપયોગ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.