- જમીનને આધારે પાક લેવાની વૈજ્ઞાનિકોની સલાહ
- યોગ્ય વાવેતર કરવાની સલાહ આપવામાં આવી
- યોગ્ય પાક દ્વારા વધુ પૈસા મેળવી શકે છે ખેડૂત
જૂનાગઢ: ચોમાસાની ઋતુ (Monsoon) રાજ્યમાં આવી ગઈ છે. થોડા જ દિવસોમાં આખા રાજ્યોમાં ચોમાસુ વિધીવત્ રીતે આવી જશે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (Junagadh Agriculture University) કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને યોગ્ય વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે.
જમીનની ચકાસણી
વૈજ્ઞાનિકોના મતે પ્રત્યેક ખેડૂત જમીનની ગુણવત્તા વરસાદનું પ્રમાણ પાકને અનુકૂળ આબોહવા અને યોગ્ય સમયે બજારમાં આવે તેવા ચોમાસુ પાકો લેવાની રાજ્યના ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. ચોમાસુ પાકો વાવતા પૂર્વે ખેડૂત પોતાની જમીનની યોગ્ય ચકાસણી પ્રયોગશાળામાં કરાવીને જો ચોમાસુ પાકોનું વાવેતર કરે તો પાકોની ગુણવત્તાની સાથે ખેડૂતોને ખૂબ સારો આર્થિક હૂંડિયામણ પણ મળી શકે છે. હવે જ્યારે ચોમાસુ પાકોના વાવેતરના બિલકુલ ગણતરીના દિવસો બાકી છે, આવા સમયે ખેડૂતોને યોગ્ય સમયે અને જમીન તેમજ આબોહવા અને અનુકૂળ ચોમાસુ પાકોના વાવેતર કરવાની સલાહ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે.
મોટે ભાગે મગફળીનુ વાવતેર
સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે જમીન તેલીબીયા એટલે કે મગફળી કપાસ અને સોયાબીનના પાકોને વધુ અનુકુળ આવી રહી છે જેને લઇને ચોમાસા દરમિયાન મોટેભાગે મગફળી સોયાબીન અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ ચોમાસા દરમિયાન મગ અડદ બાજરી શેરડી તુવેર દિવેલા તલ અને શાકભાજીના વાવેતરની પ્રથા પણ કેટલાક વર્ષોથી અમલમાં મૂકી છે. જેને કૃષિ વૈજ્ઞાનિકો પણ આવકારી રહ્યા છે અને પાકની અદલા બદલીથી જમીનની ગુણવત્તામાં ખૂબ વધારો થાય છે. તેમજ કૃષિ પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. જેની સીધી અસર ખેડૂતની આવક પર પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : જામનગર પથકના ખેડૂતોએ Monsoon Season દરમિયાન ક્યાં પાકોનું વાવેતરમાં કરવું જોઈએ
જૈવિક ખાતરનો ઉપયોગ
મોટા ભાગની ખેતીમાં હવે ખાતર વગર ઉત્પાદન મેળવવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સેન્દ્રીય અને જૈવિક ખાતરો ચોમાસા દરમિયાન ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આકસ્મિક પરિસ્થિતિમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પોતાના પાકને નવજીવન આપી શકે છે, પરંતુ બને ત્યાં સુધી સેન્દ્રીય અને જૈવિક ખાતરો પાકની ગુણવત્તા તેનો ઉતારો અને જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વના અને પોષણ રૂપ માનવામાં આવે છે, જેને ધ્યાને રાખીને ખેડૂતો યોગ્ય સેન્દ્રીય અને જૈવિક ખાતરના ઉપયોગ થકી ચોમાસુ પાકનુ વાવેતર અને તેનું ઉત્પાદન મેળવે એવી સલાહ કૃષિ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે.
આ પણ વાંચો : અંબાજીમાં ખેડૂતો પાકનો ટ્રેન્ડ બદલી બાગાયતી ખેતી તરફ વળ્યા, કોરોનાને કારણે તેમાં પણ નુકસાન
રાસાયણિક ખાતર દ્વારા જમીનની ગુણવત્તા ઘટી
આધુનિક સમયમાં ખેતી રાસાયણિક બની રહી છે આવી પરિસ્થિતિમાં ઉત્પાદનની સાથે જમીનની ગુણવત્તા પણ ઘટી રહી છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને પશુધન આધારિત ખેતી કરવાની સલાહ આપી રહ્યા છે વધુમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને એવી સલાહ પણ આપી છે કે કેટલાક ખેડૂતો આંતરપાક કે નવા પાક તરીકે સમજી વિચારીને આગળ વધે તેમાં ખેડૂતોનો હિત સચવાયેલું છે કેટલાક ખેડૂતો વગર વિચારે નવા કૃષિ પાકોનું વાવેતર ચોમાસું પાક તરીકે કરી બેસતા હોય છે આવી પરિસ્થિતિમાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ પણ પૂરેપૂરી વ્યક્ત થઈ શકે છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન પણ જઈ શકે છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો રાજ્યના ખેડૂતોને ચોમાસુ પાક દરમ્યાન પશુ આધારિત ખેતી અને નવા પાકનું વાવેતર સમજી-વિચારીને કરવાની સલાહ પણ આપી રહ્યા છે.