- 20 ટકા જેટલી રકમનો રાજ્ય સરકાર મનપાને કરશે ચુકવણું
- ટેક્સ ધારકોને 30 ટકા જેટલી રકમની રાહત
- રહેણાંક અને વ્યાપારિક સંકુલોમાં 30 ટકા જેટલા ટેક્સની રાહત
જૂનાગઢ: કોરોના સંક્રમણ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ધારકોને 30 ટકા જેટલી રકમની રાહત આપવામાં આવી છે.લોકડાઉનના કારણે તમામ ધંધા અને રોજગાર ઠપ્પ થઈ જતા આ નિર્ણય જૂનાગઢ મનપા અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે કર્યો છે. ટેક્સ રાહતમાં જૂનાગઢ મનપાના 20 ટકા અને રાજ્ય સરકાર ના 10 ટકા મળીને રહેણાંક અને વ્યાપારિક સંકુલોમાં 30 ટકા જેટલા ટેક્સની રાહત કરી આપી છે.
કોરોના સંક્રમણ દરમિયાન 30 ટકા જેટલી રકમની રાહત
જૂનાગઢ મનપાની તિજોરી પર આ વર્ષે બે કરોડ કરતા વધુની આવક ઓછી થશે.કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢ મનપાએ રહેણાંક અને વ્યાપારિક સંકુલોમાં 30 ટકા ટેક્સની રાહત લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર અને જૂનાગઢ મનપા દ્વારા આપવામાં આવી છે.જૂનાગઢ મનપા વિસ્તારમાં આવેલા 37 હજાર જેટલી રહેણાંક મિલકત અને 15 હજાર કરતા વધુ વ્યાપારી મિલકતોને આવરી લેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મનપાએ 20 ટકા અને રાજ્ય સરકારે 10 ટકા એમ મળીને કુલ 30 ટકા ટેક્સની રાહત કોરોના સંક્રમણ કાળમાં આપી છે.
![પ્રોપર્ટી ટેક્સમાં રાહત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-jmc-vis-01-byte-01-pkg-special-7200745_05022021160905_0502f_1612521545_1069.png)
જૂનાગઢ મનપાને રૂપિયા 2 કરોડ કરતા વધુની આવકમાં ઘટાડો
ટેક્સમાં રાહત આપવાથી જૂનાગઢ મનપાને રૂપિયા 2 કરોડ કરતા વધુની આવકમાં ઘટાડો થશે. સ્વાયત સંસ્થાઓ મહાનગરપાલિકાનું સંચાલન અને વહીવટ જે તે વિસ્તારમાંથી ટેક્સની આવકના રૂપમાં થતું હોય છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે મોટાભાગના ધંધા-રોજગાર બંધ થઈ જતા મહાનગરપાલિકાએ માનવતાનો અભિગમ દાખવીને તેમના ટેક્સ ધારકો પર ઓછુ ભારણ પડે અને તેમની આર્થિક સ્થિતિ વધુ નબળી ન બને તેને ધ્યાને રાખીને ટેક્સમાં રાહત આપવામાં આવી છે.
37 હજાર જેટલા રહેણાંક ટેક્સ ધારકોને એક કરોડ કરતા વધુની રાહત
37 હજાર જેટલા રહેણાંક ટેક્સ ધારકોને એક કરોડ કરતા વધુની રાહત આપી છે. તેવી જ રીતે 15 હજાર કરતા વધુ વ્યાપારિક મિલકતોને પણ એક કરોડની આસપાસ ટેક્સમાં રાહત આપી છે. આ બંને રાહતોનો સરવાળો કરીએ તો જૂનાગઢ મનપાને વર્ષ 2020માં ટેક્સની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, તેમાં 2 કરોડ કરતા વધુનો ઘટાડો જોવા મળશે. વર્ષ 2020 નું જૂનાગઢ મનપાનું બજેટ 30 કરોડની આસપાસ અંદાજવામાં આવ્યું હતું, ત્યારે કોરોના સંક્રમણને કારણે બે કરોડ કરતા વધુનો ટેક્સ રાહતના રૂપમાં મિલકત ધારકોને પરત આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
મેયર ધીરુભાઈ ગોહેલનું નિવેદન
આગામી નાણાકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જે ગ્રાન્ટ જૂનાગઢ મહાનગર પાલિકાને આપવામાં આવશે, તેમાં રાહતની રકમ સરપ્લસ રૂપે આપીને જૂનાગઢ મનપાને આર્થિક રીતે રાજ્ય સરકાર મદદ કરશે તેવું જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલે જણાવ્યું હતું.