ETV Bharat / city

Ram Navami Shobha Yatra 2022: જૂનાગઢમાં રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન, રામ મંદિરની પ્રતિકૃતિ બનશે વિશેષ આકર્ષણ - રામ મંદિર અયોધ્યા

10 એપ્રિલના જૂનાગઢમાં રામનવમીની શોભાયાત્રા (Ram Navami Shobha Yatra 2022) યોજાશે. જૂનાગઢની આ વખતની રામનવમી શોભાયાત્રામાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ હશે. તો વિવિધ 100 કરતા વધુ સામાજિક સંસ્થાઓ પણ આ શોભાયાત્રાનો ભાગ બનશે.

જૂનાગઢમાં રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન, રામ મંદિરની પ્રતિકૃતિ બનશે વિશેષ આકર્ષણ

author img

By

Published : Apr 7, 2022, 6:34 AM IST

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં યોજાતી આવતી રામનવમીની શોભાયાત્રા (Ram Navami Shobha Yatra 2022) આ વર્ષે જૂનાગઢના ઇતિહાસની સૌથી ભવ્ય શોભાયાત્રા બનવા જઈ રહી છે. રામનવમીના પાવન પ્રસંગે છેલ્લા કેટલાય વર્ષોથી આ શોભાયાત્રા (Ram Navami Shobha Yatra Junagadh) યોજાય છે, જેની આ વખતે 10 એપ્રિલના અને રવિવારના દિવસે જૂનાગઢમાં આવેલા રામજી મંદિર (Ramji Temple Junagadh)થી આ શોભાયાત્રાની શરૂઆત થશે. સમગ્ર જૂનાગઢ શહેર (Junagadh City Ram Navami)માં પરિભ્રમણ કરીને આ શોભાયાત્રા રાત્રીના સમયે પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં આ વખતે પ્રથમ વખત ગજરાજ અને અશ્વોને શામેલ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: જૂનાગઢમાં કોરોનાના ચાલતા સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા રદ્દ

રામ મંદિરની પ્રતિકૃતિ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ- હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ (hari om charitable trust) કે જે વર્ષોથી રામનવમીના દિવસે જૂનાગઢમાં શોભાયાત્રાના આયોજન અને વ્યવસ્થા સાથે સંકળાયેલું છે તેના દ્વારા આ વખતે પણ શોભાયાત્રાને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષની રામ નવમીની શોભાયાત્રામાં અયોધ્યામાં આકાર લઈ રહેલા રામ મંદિરની પ્રતિકૃતિ (ram mandir ayodhya) શોભાયાત્રાનું વિશેષ અને મુખ્ય આકર્ષણ બનશે. વધુમાં આ શોભાયાત્રામાં આ વખતે પ્રથમ વખત ગજરાજ અને અશ્વોને શામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે જૂનાગઢમાં રામનમવી પ્રસંગે શોભાયાત્રા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ

શોભાયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં- વિવિધ 100 કરતા વધુ સામાજિક સંસ્થાઓ (Social organizations In Junagadh)પણ આ શોભાયાત્રામાં પોતાના ધાર્મિક પ્લોટ સાથે ઉપસ્થિત રહીને શોભાયાત્રાનો ભાગ બનશે. રામ મંદિરની પ્રતિકૃતિ જૂનાગઢ વાસીઓને પ્રત્યક્ષ રીતે અયોધ્યામાં આકાર લઈ રહેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરના દર્શન પણ કરાવશે. શોભાયાત્રાને લઇને તમામ પ્રકારની કામગીરી અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.