ETV Bharat / city

વ્યંગના માધ્યમથી પણ લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ બન્યા પુરુષોત્તમ રૂપાલા

કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલા આજે શુક્રવારે ચૂંટણી પ્રચાર અર્થે જૂનાગઢ જિલ્લાના શાપુર આવ્યા હતા. રૂપાલાને રાજકીય રીતે ખૂબ પાકટ નેતા માનવામાં આવે છે અને તેના કારણે જ તેમને કોઈપણ સરકારમાં સામેલ કરવામાં આવે છે.

પુરુષોત્તમ રૂપાલા
પુરુષોત્તમ રૂપાલા
author img

By

Published : Feb 19, 2021, 8:07 PM IST

  • રાજકારણના માહેર ખેલાડી પુરુષોતમ રૂપાલા વ્યંગમાં પણ છે એટલા જ નિપુણ
  • પુરુષોત્તમ રૂપાલાની ચૂંટણી સભા વ્યંગ વગર પૂર્ણ થાય તેવું આજ સુધી બન્યું નથી
  • કોઈ પણ વિપરીત પરિસ્થિતિને વ્યંગના રૂપમાં રજૂ કરીને રૂપાલા તેમના ચાહકોમાં બની રહ્યા છે પ્રસિદ્ધ

જૂનાગઢ : કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા આજે શુક્રવારે ચૂંટણી પ્રચાર અર્થે જૂનાગઢ જિલ્લાના શાપુર આવ્યા હતા. રૂપાલાને રાજકીય રીતે ખૂબ પાકટ નેતા માનવામાં આવે છે અને તેના કારણે જ તેમને કોઈપણ સરકારમાં સામેલ કરવામાં આવે છે. રાજકારણના અઠંગ ખેલાડી પુરુષોતમ રૂપાલા રમૂજમાં પણ એટલા જ હોશિયાર માનવામાં આવે છે.

વ્યંગના માધ્યમથી પણ લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ બન્યા પુરુષોત્તમ રૂપાલા

રૂપાલા વ્યંગના માધ્યમથી પણ લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ બન્યા

ચૂંટણી સભામાં ખૂબ જ ગંભીર મુદ્દાને પણ રમૂજના માધ્યમથી લોકો સામે મૂકીને રૂપાલા વ્યંગના માધ્યમથી પણ લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે. ચૂંટણી સભામાં રુપાલાનું ભાષણ વ્યંગ વગર પૂર્ણ થાય તેવું આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. કડકમાં કડક ભાષા બોલવા માટે જાણીતા રૂપાલા હળવા અંદાજમાં પણ રાજકારણીઓની ફીરકી લેવામાં જરા પણ પાછી પાની પણ કરતા નથી.

રાજકારણમાં સચોટ અને આકરા શબ્દો બોલવા માટે ખૂબ જ જાણીતા

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોતમ રૂપાલા આજે શુક્રવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારને લઈને જૂનાગઢ જિલ્લાના શાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરવા માટે આવ્યા હતા પરસોતમ રૂપાલા રાજકારણમાં સચોટ અને આકરા શબ્દો બોલવા માટે ખૂબ જ જાણીતા છે. કેટલાંક કિસ્સાઓમાં રુપાલા દ્વારા બોલવામાં આવેલા શબ્દો સોયની અણીની માફક ખૂંચતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.