- જૂનાગઢ કોર્પોરેશનમાં હાથલારીધારકો અને દલિત સમાજના કાર્યકરો કર્યા ધરણાં
- રજૂઆત વખતે મ્યુનિસિપલ કમિશનર ઉગ્ર થઇ જતાં મામલો વધુ એક ધરણા સુધી પહોંચ્યો
- દલિત સમાજના કાર્યકરો અને હાથલારીના ધારકોએ કોર્પોરેશનમાં કર્યા ધરણાં
જૂનાગઢઃ થોડા દિવસ પૂર્વે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબાણ હટાવવાને (Junagadh Municipal Corporation Demolition Drive) લઈને હાથલારીના માલિકો અને દલિત સમાજના કાર્યકરો દ્વારા કમિશનર રાજેશ તન્નાને (Rajesh Tanna ias) રજૂઆત કરવા માટે તેમની ઓફિસમાં પહોંચ્યા હતાં. આ સમયે રજૂઆતો વખતે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના ખૂબ જ ઉગ્રતાથી વર્તતા જોવા મળ્યાં હતાં. રજૂઆત કરવા આવેલા કેટલાક કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. જેને લઈને આજે હાથલારી માલિકો અને દલિત સમાજના કાર્યકરોએ (Junagadh Larry owners as well as Dalit activists) જૂનાગઢ મહાનગરપાલિકામાં પ્રતીક ધરણાં (Protest against JMC commissioner Rajesh Tanna ) કાર્યક્રમ યોજ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનરને ફરજ મોકુફ કરવા માગ ઉઠી
આજે જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં (JMC) હાથલારી માલિકો અને દલિત સમાજના કાર્યકરોના કાર્યકરો (Junagadh Larry owners as well as Dalit activists) દ્વારા ધરણાં પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. સૂત્રોચ્ચાર અને ધરણા કરી રહેલા લોકો મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને (Protest against JMC commissioner Rajesh Tanna ias) ફરજ મોકુફ કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં હતાં. ધરણા પ્રદર્શન કરતી વખતે મહિલા અને પુરુષોએ મ્યુનિસિપલ કમિશનરના (Rajesh Tanna ias) છાજીયા પણ લીધાં હતાં અને હાથલારીઓને હટાવવાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયાના નિર્ણયને પણ વખોડી નાખ્યો હતો અને તેની વિરુદ્ધ પણ હાય-હાયના નારા લગાવીને જે નિર્ણય કરાયો છે તેનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ પોલીસ ચોકી બનાવવાને લઇ જૂનાગઢના પૂર્વ મેયર ધરણાં પર
આ પણ વાંચોઃ જૂનાગઢ શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા મનપાનો આદેશ