- આજે સોમનાથમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે
- માતા પાર્વતી અને અહલ્યાબાઈ મંદિર મ્યૂઝિયમ અને સમુદ્ર વોક વેનું કરશે લોકાર્પણ અને ખાતમૂહૂર્તવિધિ
- સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ મુખ્યપ્રધાન રૂપાણી અને અધિકારીઓ ધાર્મિક કાર્યક્રમમાં જોડાશે
સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ જોડાઈને ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિમાં સામેલ થશે. આવતીકાલે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર અને તેના પરિસરની આસપાસમાં ચાર પ્રકલ્પો લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં સોમનાથ મંદિરની નજીક બનાવવામાં આવેલો સમુદ્ર દર્શન walkway જૂના સોમનાથ તરીકે ઓળખાતું અહલ્યાદેવીનું મંદિર, સોમનાથ નજીક આવેલ પૌરાણિક સંગ્રહાલય અને સોમનાથ મંદિર પરિસરમાં નવનિર્મિત બનેલું માતા પાર્વતીના મંદિરનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિધિ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ચાર પ્રકલ્પોનું શિલાન્યાસ અને લોકોને સમર્પિત કરશે.
આજે વર્ચ્યુઅલ માધ્યમથી 80 કરોડ કરતાં વધુના ખર્ચે ચાર પ્રકલ્પો લોકોને સમર્પિત કરાશે
વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પરિસરમાં 30 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા માતા પાર્વતી મંદિરનું શિલારોપણ વિધિ કરશે તો મંદિર અને સપાટીની આસપાસ બનાવવામાં આવેલો અંદાજિત 49 કરોડના ખર્ચે તૈયાર થયેલો walkway અને સમુદ્ર દર્શનને પણ સમર્પિત કરશે. તેની સાથે સોમનાથમાં આવેલું અહલ્યા દેવીના મંદિરનું નવનિર્માણ કાર્ય પણ શરુ થશે. અંદાજે 80 કરોડ કરતાં વધુના કામોને પીએમ વર્ચ્યુઅલ માધ્યમથી અર્પણ કરવાના પ્રસંગે ગૃહપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ પણ જોડાશે. તો આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી સોમનાથમાં હાજર રહીને ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિને પરિપૂર્ણ કરશે
આ પણ વાંચોઃ પીએમ મોદીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લઇ રહેલાં 54 ખેલાડીઓ સાથે વાત કરી પ્રોત્સાહિત કર્યાં