- સંતરા અને મોસંબીના બજાર ભાવો ઐતિહાસિક સ્તરે ઊંચકાયા
- તબીબોની સલાહ મુજબ લોકો સંતરા અને નારંગીની કરી રહ્યા છે ખરીદી
- સંતરા અને નારંગીની માગ વધતા ભાવમાં થયો વધારો
જૂનાગઢઃ કોરોના સંક્રમણ કાળમાં સંતરા અને નારંગીના ભાવમાં વધારો થયો છે. ફ્રુટ બજારમાં હાલ સંતરા પ્રતિ કિલો 200 રૂપિયા અને નારંગી તેમજ મોસંબી પ્રતિ કિલો 150 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આટલા ઊચા ભાવોને લઇને ફ્રુટના સ્થાનિક અને છૂટક વેપારીઓ પણ દ્વિધા અનુભવી રહ્યા છે. વેપારીઓએ જણાવ્યું કે, જે પ્રકારે સંતરા, મોસંબી અને નારંગીની માંગ વધી છે, તેની સામે બજાર ભાવો પણ વધી રહ્યા છે. તબીબો કોરોનાના સમયમાં સંતરા અને નારંગી નું સેવન ઉત્તમ માની રહ્યા છે. જેથી લોકો નારંગી, સંતરા અને મોસંબીની ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ મિક્સ ફળના રસથી તમારી ઇમ્યુનિટીને વધારો
સંતરા અને નારંગીના સેવનથી થાય છે ઘણા ફાયદા
સંતરા અને નારંગી પ્રચુર માત્રામાં વિટામિન બી એ સી ડી સોડિયમ કેટલાક આયનો અને પુષ્કળ પ્રમાણમાં પાણીની સાથે ફાઇબર ધરાવે છે. મોસંબી અને નારંગી કોરોનાના કપરા કાળમાં લોકોના શરીરમાંથી પાણીની કમી ઊભી થાય છે, તેને પૂરી કરવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. તેમજ આંતરડાં, લિવરમાં પણ ખૂબ જ હકારાત્મક અસરો ઊભી કરે છે અને પાચનક્રિયાને એકદમ મજબૂત બનાવે છે.
આ પણ વાંચોઃ દાહોદમાં ફ્રુટની દુકાનોમાં ગ્રાહકો ખરીદી કરવામાં સંકોચ અનુભવતા વેપારીઓ ચિંતિત
નારંગી અને સંતરાનું સેવન કોરોના કાળમાં હિતાવહ
કોરોના સંક્રમણ કાળમાં નારંગી અને સંતરા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મદદગાર બની રહે છે અને કંઈક અંશે કોરોના સામે લડાઈ માટે પ્રત્યેક વ્યક્તિને આંતરિક શક્તિ પૂરી પાડે છે, જેને લઇને તબીબો પણ આવા કોરોનાના સમયમાં નારંગી અને સંતરાનું સેવન કરવાનું પ્રત્યેક વ્યક્તિ માટે હિતાવહ માની રહ્યા છે. જેને કારણે નારંગી, સંતરા અને મોસંબીની ડિમાન્ડ વધી છે. જેથી બજાર ભાવો પણ પ્રતિદિન વધી રહ્યાં છે.