ETV Bharat / city

વધતાં જતા કોરોના સંક્રમણને કારણે લોકડાઉન અથવા કરફ્યૂ ઉભો થવાની શક્યતાઓ - લોકડાઉન ન્યૂઝ

સતત વિસ્તરી રહેલા બીજા તબક્કાના કોરોના વાઈરસને લઈને રાજ્યની વડી અદાલત દ્વારા લોકડાઉન અને કરફ્યૂ લઈને રાજ્ય સરકાર વિચારે એવી ગંભીર ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલાને લઈને જૂનાગઢના શ્રમજીવીઓ સાથે ETV ભારતે વાતચીત કરી હતી. સંભવિત લોકડાઉન લઈને જૂનાગઢના શ્રમજીવી ફરી એક વખત બિહામણાં સમય તરફ પરત જવાની ચિંતાને લઈને વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

લોકડાઉન કે કરફ્યૂને બિહામણું ગણાવતા જૂનાગઢના શ્રમજીવીઓ

author img

By

Published : Apr 6, 2021, 8:43 PM IST

  • કોરોના સંક્રમણને લઈને વડી અદાલતે રાજ્ય સરકારને આપી સલાહ
  • સંભાવિત લોકડાઉન કે કરફ્યૂની સ્થિતિને ચિંતાજનક ગણાવતા શ્રમજીવીઓ
  • લોકડાઉન કે કરફ્યૂને બિહામણું ગણાવતા જૂનાગઢના શ્રમજીવીઓ

જૂનાગઢ: સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લઇ રહ્યું છે. 5 એપ્રિલે અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યની વડી અદાલત પણ હવે કોરોનાના કેસને લઈને એક્શનમાં જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકારને એવી સલાહ આપી છે કે, સરકાર આંશિક લોકડાઉન કે કરફ્યૂ જેવી વ્યવસ્થાને લઈને વિચાર કરે તો પણ કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં મદદ મળી શકે છે. હાઇકોર્ટની રાજ્ય સરકારને સલાહ લઈને ETV ભારતે જૂનાગઢના શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી હતી અને સંભવિત લોકડાઉન કે કરફ્યૂને લઈને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોના સંક્રમણને લઈને વડી અદાલતે રાજ્ય સરકારને આપી સલાહ

આ પણ વાંચો: લોકડાઉનની અફવાના કારણે અનેક શ્રમિકો સુરત છોડી પોતાના વતન જવા રવાના થયા

આ પણ વાંચો: રાજ્યમાં લૉકડાઉન નહીં થાય, પરંતુ લોકોએ સાવચેતી રાખવી પડશેઃ CM રૂપાણી

શ્રમજીવીઓ લોકડાઉનને બિહામણાં સ્વપ્ન સમાન માની રહ્યા છે

આજથી એક વર્ષ પૂર્વે કોરોના વાઈરસ ગુજરાતમાં આયાતી થયા બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો. જે આજે એક વર્ષ બાદ જાણે કે પગ જમાવીને મજબૂત હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો લોકડાઉન કે કરફ્યૂ જેવી વ્યવસ્થા રાજ્ય સરકાર અમલમાં મૂકે તો તેને લઈને જૂનાગઢના શ્રમજીવીઓ ખુબ જ વ્યાકુળ મને ચિંતિત જોવા મળી રહ્યા છે. એક વર્ષ પહેલા કોરોના સંક્રમણને કારણે લાદવામાં આવેલું લોકડાઉન શ્રમજીવી પરિવારો માટે આફતરૂપ બની રહ્યું હતું. હવે ફરી એક વખત લોકડાઉન કે કરફ્યૂનો ભય આ શ્રમજીવીઓની આંખો સમક્ષ એક વર્ષ બાદ ફરી ટળવળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પોતાની જાતને નિ:સહાય પણ માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.