જૂનાગઢઃ પૂર્વ ધારાસભ્યની માનવસેવાને દાદ આપતાં વડાપ્રધાન મોદીએ રત્ના બાપા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વાત એમ છે કે બે દિવસ પહેલાં વર્ષ 1975 થી 80 દરમિયાન માળીયા મેંદરડાના ધારાસભ્ય રહેલાં રત્નાભાઇ ઠુંમરે કોરોના વાયરસની સામે ચાલી રહેલી લડતમાં મુખ્યપ્રધાન રાહતનિધિમાં 51 હજારનું દાન આપ્યું હતું. જેને લઇને પીએમ મોદીએ પણ પૂર્વ ધારાસભ્યની રાષ્ટ્રભાવનાને દાદ આપતાં હોય તે પ્રકારે આજે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાની ફરજને બિરદાવી હતી.
પૂર્વ MLAની દાનભાવનાને દાદ આપતાં PM મોદી, રત્નાભાઈ ઠુંમર સાથે ફોન પર વાત કરી બિરદાવ્યાં
બે દિવસ અગાઉ માળીયા મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરે કોરોના સામેની લડાઈમાં કરેલા દાનને લઈને વડાપ્રધાન મોદીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.