ETV Bharat / city

કોરોના સંક્રમણની બીજી લહેરમાં મુશ્કેલીભર્યા સમયની વચ્ચે પણ સતત હાજર રહીને ઉમદા ફરજ બજાવતા ફિઝિયોથેરાપીસ્ટ - Junagadh Civil Hospital

આજે બુધવારે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં મુશ્કેલીભર્યા સમયની વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સાથે સતત કામ કરીને દર્દીઓને સ્વસ્થ બનાવવામાં ફિઝિયોથેરાપિસ્ટનો મહત્વનો સહયોગ મળ્યો હતો. આજે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ નિમિત્તે ફિઝિયોથેરાપિસ્ટ પોતે જે કામ કર્યું છે, કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેને ફરજનો એક ભાગ સમજીને દર્દીઓને શક્ય હોય ત્યાં સુધી મદદ કરવાના ઇરાદા સાથે તેમજ આગામી સમયમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Sep 8, 2021, 3:21 PM IST

  • આજે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ મનાવવામાં આવી રહ્યો છે
  • કોરોના સંક્રમણ જેવા મુશ્કેલ સમયમાં ફિઝિયોથેરાપિસ્ટે કરી હતી ઉમદા કામગીરી
  • દિવસ દરમિયાન 7 થી લઈને 10 કલાક જેટલા સમયમાં 700 કરતાં વધુ દર્દીઓને અપાઈ હતી સારવાર

જૂનાગઢ: આજે બુધવારે વિશ્વમાં ફિઝિયોથેરાપિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટેભાગે ફિઝિયોથેરાપિસ્ટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં અને ખાસ કરીને અંગ જકડાઈ જવી કે અન્ય બીમારીમાં શારીરિક રીતે નબળા પડેલા લોકોને કસરતના માધ્યમથી ફરી સ્વસ્થ બનાવવાની દિશામાં ફિઝિયોથેરાપિસ્ટ કામ કરી રહ્યા હતા પરંતુ કોરોના સંક્રમણ કાળમાં પણ ફિઝિયોથેરાપિસ્ટની ખૂબ મોટી જરૂરીયાત ઉભી થઈ હતી. જેને ફિઝિયોથેરાપિસ્ટ તબીબોએ મુશ્કેલ ભર્યા સમયમાં પણ ચેલેન્જ સમજીને સ્વીકારી હતી. એક સમય હતો કે, હોસ્પિટલમાં જતા પૂર્વે સૌ કોઈ ચિંતિત અને મુશ્કેલીમાં જોવા મળતા હતા. આવા સમયે ફિઝિયોથેરાપિસ્ટે સતત દર્દીઓને વચ્ચે રહીને કોરોના સંક્રમણથી તેમને મુક્ત કરવામાં ખૂબ મોટી અને ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

કોરોના સંક્રમણની બીજી લહેરમાં મુશ્કેલીભર્યા સમયની વચ્ચે પણ સતત હાજર રહીને ઉમદા ફરજ બજાવતા ફિઝિયોથેરાપીસ્ટ

દિવસ દરમિયાન 8 કલાક જેટલી સેવા કરીને દર્દીઓને કર્યા કોરોના સંક્રમણથી મુકત

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી તરીકે કામ કરતા ડો. દિશા ભટ્ટ અને ડો. પિયુષા સોલંકી સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા મુશ્કેલ ભર્યા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સતત કસરતો દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા પૂર્વવત અને સુચારુ બની રહે તે માટેના સતત પ્રયાસો કર્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નવ જેટલા વોર્ડ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં 800 કરતાં વધુ દર્દીઓ એક સમયે કોરોના સંક્રમિત થયા બાદ સારવાર મેળવી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં સતત આઠ કલાક સુધી 9 વોર્ડમાં કામ કરીને કોરોના સંક્રમિત દર્દીઓને ફરી પાછા સ્વસ્થ કરવામાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકા ચાવીરૂપ જોવા મળી હતી. આજે Etv Bharat સમક્ષ ડો. પિયુષા સોલંકીએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ કાળ સૌ કોઈ માટે મુશ્કેલ હતો. એ જ રીતે તબીબો માટે પણ આ સમય ખૂબ જ કસોટી અને મુશ્કેલીભર્યો ચોક્કસ જોવા મળતો હતો પરંતુ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓનો એકમાત્ર ધ્યેય દર્દી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પરત તેમના ઘરે જાય તેવા ઈરાદા સાથે કામ કરતા હતા અને તેમાં તેમને ખૂબ મોટી સફળતા પણ મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.