- જૂનાગઢની મહિલાઓએ પંચગવ્ય આધારિત તૈયાર કરી રાખડીઓ
- પંચગવ્યમાંથી બનતી રાખડીઓ બની રહી છે પસંદગીનું પ્રથમ માધ્યમ
- પંચગવ્યનો અન્ય જગ્યાએ ઉપયોગનો વિચાર આવતાં મહિલાઓએ તૈયાર કરી રાખડીઓ
જૂનાગઢ : કોરોના સંક્રમણ (corona) કાળ અને પ્રત્યેક વ્યક્તિને કિરણોત્સર્ગ થી બચાવી શકે તે પ્રકારની ગાય આધારિત પંચગવ્ય રાખડીનું ઉત્પાદન જૂનાગઢની મહિલાઓ સૌપ્રથમ વખત કરી રહી છે ગાય આધારિત ખેતી બાદ હવે ગાયમાંથી પ્રાપ્ત થતાં પંચગવ્ય દ્વારા રાખડી સહિત અનેક ચીજ વસ્તુઓનું નિર્માણ કરીને તેનાથી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે કિરણોત્સર્ગ અને મહામારીના સમયમાં લોકોના આરોગ્યને ખૂબ સારો ફાયદો થાય તે પ્રકારનું કામ જૂનાગઢની મહિલાઓ કરી રહી છે.
પંચગવ્ય રાખડીઓ આગામી દિવસોમાં ખૂબ જ પ્રચલિત બનશે
જૂનાગઢના ગામડાની મહિલાઓ દ્વારા ગાય આધારિત પંચગવ્યમાંથી સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે. ગામની કેટલીક મહિલાઓએ ગાય દ્વારા પ્રાપ્ત થતાં પંચગવ્યમાંથી રાખડી બનાવવાનું કામ હાલ શરૂ કર્યું છે. મહિલાઓનો આ પ્રથમ પ્રયાસ ગાયના ગોબર ગુલાબની પાંખડીઓ ગૌમૂત્ર અને હળદરને જરૂર પૂરતા પ્રમાણમાં મેળવીને બનાવવામાં આવેલા પંચગવ્યમાંથી રાખડીઓ બનાવીને આ મહિલાઓ સ્વરોજગારીની રાહમાં એક નવો ચીલો ચીતરી રહી છે. જેમાં તેને સફળતા પણ મળી રહી છે. રાખડીથી મહામારી તેમજ કિરણોત્સર્ગ જેવી ઘાતકી અસરો સામે પંચગવ્ય રક્ષણ આપતું હોવાને કારણે પણ આ રાખડીઓ આગામી દિવસોમાં ખૂબ જ પ્રચલિત બની શકે છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ
પંચગવ્ય માંથી વિવિધ 11 પ્રકારની ડિઝાઇનર રાખડી થાય છે તૈયાર
પંચગવ્ય માંથી વિવિધ 11 પ્રકારની ડિઝાઈનની રાખડીઓ મહિલાઓ બનાવી રહી છે. જેની કિંમત 10 રુપિયાથી લઈને 30 રૂપિયા સુધી રાખવામાં આવી છે. રાખડીઓની બનાવટમાં વાપરવામાં આવતી તમામ ચીજવસ્તુઓ બિલકુલ નૈસર્ગિક રાખવામાં આવી છે. જેને કારણે રાખડી પ્રત્યેક વ્યક્તિના શરીર પર સ્પર્શ થવાની સાથે જ પંચગની અનુભૂતિ અને તેની હકારાત્મક ઊર્જાઓ માનવ શરીર પર પડતી હોય છે. જેને કારણે પણ આ રાખડીઓ મહામારી સામે રક્ષણ આપવાની સાથે પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જ આશીર્વાદ સમાન બની રહી છે.
રાખડી ફૂલ ઝાડના કુંડામાં નાખવાથી પણ પ્રત્યેક છોડને પંચગવ્યનું ખાતર મળી રહેશે
આ રાખડીઓ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ ફૂલ ઝાડના કુંડામાં નાખવાથી પણ પ્રત્યેક છોડને પંચગવ્યનું ખાતર મળી રહેશે. આમ આરોગ્યની સાથે ફૂલ છોડને પણ પંચગવ્યના રૂપમાં ખાતર આપતી રાખડી તૈયાર કરનારી મહિલાઓનો આ પ્રથમ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.
આ પણ વાંચો: અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી