ETV Bharat / city

જૂનાગઢની ભવનાથની તળેટીમાં આદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડો કાર્યરત, આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપના - જૂનાગઢ ન્યુઝ

જગતગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા આજથી હજારો વર્ષ પહેલા અખાડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને સન્યાસી થી લઈને ભક્તો ધર્મનું આચરણ અને પ્રચાર કરી શકે તેવા ઉમદા ઉદ્દેશથી અખાડાઓ આપવામાં આવતા હતા. ત્યારે જૂનાગઢમાં આવેલી ભવનાથની તળેટીમાં આદી-અનાદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડા સ્થાપવામાં આવ્યા છે. અહીં શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઈને ધર્મનું આચરણ કરે છે.

જૂનાગઢની ભવનાથની તળેટીમાં આદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડો કાર્યરત,

author img

By

Published : Dec 12, 2020, 5:24 PM IST

Updated : Dec 12, 2020, 6:13 PM IST

આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલો પંચ દશનામ અગ્નિ અખાડા

જૂનાગઢની ભવનાથની તળેટીમાં આદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડાની સ્થાપના

અગ્નિ અખાડાના ઇષ્ટદેવ તરીકે ગાયત્રી માતાની થાય છે પૂજા

અખાડામાં બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળના વ્યક્તિને જ સન્યાસી તરીકે સ્વીકારાય

જૂનાગઢઃ જગતગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા આજથી હજારો વર્ષ પહેલા અખાડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને સન્યાસી થી લઈને ભક્તો ધર્મનું આચરણ અને પ્રચાર કરી શકે તેવા ઉમદા ઉદ્દેશથી અખાડાઓ આપવામાં આવતા હતા. ત્યારે શહેરમાં આવેલી ભવનાથની તળેટીમાં આદી-અનાદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડા સ્થાપવામાં આવ્યા છે. અહીં શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઈને ધર્મનું આચરણ કરે છે.

જૂનાગઢની ભવનાથની તળેટીમાં આદીકાળથી પંચ દશનામ અગ્નિ અખાડો કાર્યરત,

હિન્દુ ધર્મના પ્રચાર માટે કરવામાં આવે છે અખાડાની સ્થાપના

આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા વર્ષો પહેલા અખાડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જે પૈકી હિંદુ ધર્મનો ખૂબ મોટો ફેલાવો અને પ્રચાર થાય તેમજ હિન્દુ અનુયાયીઓ કોઈ પણ ધાર્મિક સ્થળે આવીને હિન્દુ ધર્મનું આચરણ કરી શકે તે માટે અખાડાઓને સ્થાપવામાં આવ્યા હતા. ત્યારથી ભવનાથની ગિરિ તળેટીમાં પંચ દશનામ અગ્નિ અખાડા કાર્યરત છે. અહીં શિવરાત્રી અને પરિક્રમાના સમય દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવીને ધર્મના રક્ષણ અને ધર્મનું જ્ઞાન મળે તે માટે ગુરુ શંકરાચાર્યનું ધ્યાન ધરતા હોય છે. આ અખાડો સ્થાપવાથી હિંદુ ધર્મનો પ્રચાર થાય, હિન્દુ પારાયણ લોકો સુધી પહોંચે તેમજ લોકોમાં હિંદુ ધર્મ પ્રત્યેની લાગણી વધુ જાગૃત થાય તેવો મુળભુત હેતુ હતો.

અખાડાની કાર્યપદ્ધતિ મહંત અને થાનાપતિની નિમણુંક માટેની વ્યવસ્થા

આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા અગ્નિ અખાડાની સ્થાપના કરવામાં આવી હતી. તે મુજબ અખાડો આજે પણ આધુનિકતાને સ્પર્શ્યા વગર બિલકુલ જે તે સમયની ધાર્મિક પરંપરાઓ અને તેના ઉદ્દેશ્યોને સાથે લઈને ચાલતો જોવા મળી રહ્યો છે. અખાડાની વિશેષતા એ છે કે, અહીં ગાયત્રી માતાને ઈષ્ટદેવ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. તેની પૂજા કરવામાં આવે છે. પંચ દશનામ અગ્નિ અખાડામાં સંન્યાસી બનવા માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળનું હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળ સિવાઈ અન્ય કુળનો કોઈ પણ વ્યક્તિ અખાડાના સન્યાસી તરીકે માન્યતા મેળવી શકતો નથી.

અખાડાના મહંત અને થાનાપતિની નિમણુંક મહાકુંભના મેળા દરમિયાન

પંચ દશનામ અગ્નિ અખાડાના મહંતની નિમણુંકને હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. એવા ધાર્મિક મેળાવડા એટલે કે, મહાકુંભના મેળા દરમિયાન થતી હોય છે. આ મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી હિન્દુ ધર્મના ગાદીપતિઓ અને મહામંડલેશ્વરોની હાજરી હોય છે. તેની વિશેષ ઉપસ્થિતિમાં અખાડાઓના મહંતની હિંદુ ધર્મ વિધિ મુજબ પરંપરાગત રીતે નિમણૂક કરવામાં આવતી હોય છે. નવા નિમાયેલા અખાડાના મહંત જે તે અખાડામાં થાનાપતિની નિમણુંક કરે છે. આ સમગ્ર પ્રક્રિયા હિંદુ ધર્મ અનુસાર કરવામાં આવતી વિધિને અનુસર્યા બાદ જ પૂર્ણ કરવામાં આવે છે. જે વ્યક્તિ થાનાપતી હોય છે તેણે અખાડાની તમામ પ્રકારની જરૂરિયાતો અને અહીં આયોજીત કરવામાં આવતા ધાર્મિક કાર્યક્રમોનું સંચાલન પણ કરવાનું હોય છે.

Last Updated : Dec 12, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.