- ડુંગળી અને બટાકાના બજાર ભાવ સતત દૈનિક સ્તરે વધતા જોવા મળી રહ્યાં છે
- બટાકા 45-55 અને ડુંગળી 60-100 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે
- કમોસમી વરસાદને કારણે ખેતી પાક નિષ્ફળ જતા માલની અછત ઉભી થતા ભાવોમાં તેજી
- આગામી દિવસોમાં ડુંગળી અને બટાકાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ
જૂનાગઢઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના આજે અમીરો માટે પણ દોહ્લલી બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પાછલા કેટલાક દિવસોથી ડુંગળી અને બટાકાના ભાવમાં સતત અને મક્કમ રીતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢની છૂટક બજારમાં બટાકા રૂપિયા 45થી લઈને 55 તેમજ ડુંગળી રૂપિયા 60 લઈને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. જેને કારણે ડુંગળીની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
● ભારે વરસાદને કારણે ડુંગળી અને બટાકાના પાકો પર વિપરીત અસર
ગત ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પડ્યો છે. જેને કારણે બટાકાનું ઉત્પાદન કરતા ડિસા અને જામનગર વિસ્તારમાં બટાકાનો 50 ટકા કરતાં વધુ પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે બટાકાનું ઉત્પાદન મર્યાદિત બનતા તેના ભાવોમાં ખૂબ જ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. દસ રૂપિયા પ્રતિ કિલો મળતા બટાકા આજે 55 રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. તો બીજી તરફ ડુંગળીના વાવેતર વિસ્તારમાં પણ વરસાદે માઠી અસર કરી છે. ડુંગળીના હબ ગણાતા ભાવનગર ગઢડા બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. જેને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ડુંગળીની સ્થાનિક બજારોમાં આવક બિલકુલ બંધ થઈ ગઈ છે. જેને કારણે ડુંગળીના બજાર ભાવો પણ 60 રૂપિયાથી લઈને સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી રહ્યાં છે.
● નાસિક તરફની ડુંગળીની આવક પણ મહદંશે મર્યાદિત
સમગ્ર દેશમાં નાસિકને ડુંગળીનું રાષ્ટ્રીય પીઠું માનવામાં આવે છે. પરંતુ ગત ચોમાસા દરમિયાન અહીં પણ અતિભારે વરસાદ પડ્યો છે. જેને કારણે ખેતીનો પાક નિષ્ફળ જતાં ડુંગળીના ઉત્પાદનમાં મસ્ત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છેં. જેને કારણે નાસિક તરફની ડુંગળીની આવક સદંતર હાલના સમયે બંધ જોવા મળે છેં જેને કારણે સ્થાનિક બજારમાં ડુંગળીની ખૂબ મોટી અછત સર્જાઇ રહી છે. આ અછત ડુંગળીના ભાવ વધારાને કારણ માનવામાં આવે છે અને હજુ પણ આવનારા કેટલાક દિવસોમાં નાસિક તરફની ડુંગળીની આવક શરૂ થાય તેવા કોઈ અણસાર જોવા મળતા નથી. માટે સ્થાનિક બજારમાં આવતી ડુંગળીના ભાવો આગામી દિવસોમાં હજુ પણ ઊંચકાઈ શકે છે.
ડુંગળી અને બટાકાના ભાવ સર્વોત્તમ, ગરીબોની કસ્તૂરી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે - Potato
ડુંગળી અને બટાકાના બજાર ભાવ ઐતિહાસિક સ્તરે જોવા મળી રહ્યાં છે. બટાકા છૂટક બજારમાં રૂપિયા 45થી લઈને 55 તેમજ ડુંગળી રૂપિયા 60થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. આટલા ઊંચા બટાકા અને ડુંગળીના ભાવ આ પહેલાં જૂનાગઢની સ્થાનિક અને છૂટક બજારમાં ક્યારેય જોવા મળ્યાં નથી.
ઈટીવી ભારત