ETV Bharat / city

અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથમાં દીપડાનો આતંક, એક મહિનામાં 12 લોકોનો શિકાર કર્યો

જૂનાગઢ: ગત એક મહિનામાં અમરેલી જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાના બનાવો અચાનક વધી રહ્યા છે. જેમાં, ગત એક મહિનામાં અમરેલીમાં 5, જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દીપડાનો આતંક
author img

By

Published : Oct 20, 2019, 6:19 PM IST

ગીર પંથકના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડાઓ હવે બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે ગામ લોકોમાં પણ હુમલાને લઈને હવે ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે ચોમાસુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે ખેતરોમાં મજૂરોની સંખ્યા પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. દીપડાઓ દ્વારા કરવામાં આવતા હૂમલાને લઈને હવે ગામ લોકોમાં પણ ભયની સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીપડાના આતંકમાં વધારો, વધુ એકનો જીવ લીધો

ગત એક મહિનામાં અમરેલીમાં 5 જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 4 વ્યક્તિઓ દીપડાના હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે. આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે. જો પાછલા એક વર્ષની વાત કરવામાં આવે તો આ આંકડો ખુબ મોટો જોવા મળી શકે તેમ છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે, ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને ખેતરમાં કામ કરતા મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગીર વિસ્તારમાં અંદાજિત 1200 જેટલા દીપડા હોવાનો અંદાજ છે. આ દીપડા દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવતા હોવાનું વન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે. જે પૈકી 10 ટકા લોકોનું મોત આ હુમલામાં થયું હોવાનું વન વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. દીપડા ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે જેનો ભોગ ખેડૂતો ખેતરમાં કામ કરતા મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે.

Intro:ગીર વિસ્તારમાં દીપડાઓએ મચાવ્યો હાહાકાર.Body:ગીર વિસ્તારમાં દીપડાઓએ મચાવ્યો હાહાકાર છેલ્લા એક મહિનામાં અમરેલી જૂનાગઢ અને ગીર સોમાનાથ જિલ્લામાં દીપડાઓ દ્વારા કરવામાં આવી રહેલા જીવલેણ હુમલાના બનાવો અચાનક વધી રહ્યા છે જેમાં પાછલા એક મહિનામાં અમરેલીમાં 05 જૂનાગઢમાં 3 અને ગીર સોમનાથ જિલ્લામાં 04 જેટલા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે

ગીર પંથકના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડાઓ હવે બેકાબુ બનીને હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં પણ હુમલાને લઈને હવે ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે ચોમાસુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે ખેતરોમાં મજૂરોની સંખ્યા પર વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે દીપડાઓ દ્વારા કરવામાં આવતા હૂમલાને લઈને હવે ગામ લોકોમાં પણ ભયની સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

છેલ્લા એક મહિનામાં ગીર વિસ્તરામાં આવેલા જિલ્લાઓ અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ તો અમરેલીમાં 05 જૂનાગઢમાં 03 અને ગીર સોમનાથ જિલ્લામાં 04 જેટલી વ્યક્તિઓ દીપડાના હુમલામાં મોતને ઘાટ ઉતર્યા છે આ આંકડાઓ માત્ર છેલ્લા એક મહિનાના છે જો પાછલા એક વર્ષની વાત કરીએતો આ આંકડો ખુબ મોટો જોવા મળી શકે તેમ છે હાલ ખેડૂતોની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડાઓ બેકાબુ બનતા ખેડૂતો અને ખેતરમાં કામ કરતા મજૂરોની સાથે ગીર વિસ્તારના ગામડાઓના લોકોમાં પણ હવે દીપડાને લઈને ભારે ભય જોવા મળી રહ્યો છે

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગીર વિસ્તારમાં અંદાજિત 1200 જેટલા દીપડાઓ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ દીપડાઓ દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 100 જેટલા હુમલાઓ કરવામાં આવતા હોવાનું વન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યુ છે જે પૈકી 10 ટકા લોકોના આ હુમલામાં મોત પણ થતા હોવાનું વન વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે દીપડાની વસ્તી જે પ્રકારે વધી રહી છે તેને લઈને જંગલ વિસ્તાર નાનો પડી રહ્યો હોવાનું પણ માનવામાં આવે છે જેને કારણે દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળી રહ્યા છે જેનો ભોગ ખેડૂતો ખેતરમાં કામ કરતા મજૂરો અને નિર્દોષ ગામલોકો બની રહ્યા છે

બાઈટ - 01 ડી.ટી.વસાવડા વન સંરક્ષક

બાઈટ - 02 જીતુભાઇ તળાવિયા ખેડૂત
Conclusion:દીપડાના વધી રહેલા હુમલાને લઈને ગામ લોકોમાં ભયની સાથે રોષનો માહોલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.