- બે અલગ-અલગ વિસ્તારમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો
- 6 લાખથી વધુનો દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે
- એક આરોપી ઝડપાયો અન્ય એકની શોધખોળ શરૂ
જૂનાગઢઃ શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના ગાંધીગ્રામ અને ધારાગઢ વિસ્તારના રહેણાંક મકાનમાં બાતમીને આધારે પોલીસે રેડ કરી ત્યાથી અંદાજિત રૂપિયા 6 લાખ કરતા વધુનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત બાઈક અને કાર મળીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગાંધીગ્રામમાંથી 612 બોટલ પર દારૂ અને 120 ટીન બિયર મળી આવ્યું હતું, જ્યારે ધારાગઢ વિસ્તારમાંથી દારૂની 828 બોટલ મળી આવી હતી.
આ પણ વાંચોઃ ભાવનગર પોલીસે દારૂ સાથે રુપિયા 7,24,500નો મુદ્દામાલ જપ્ત કર્યો
જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ અને ધારાગઢ વિસ્તાર દારૂ અને બિયરના વેચાણ માટે કુખ્યાત બની રહ્યો છે. ત્યાથી અવાર-નવાર દારૂ જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી પણ કરી રહી છે. તેમ છતાં આ વિસ્તારના કેટલાક બુટલેગરો અસામાજીક પ્રવૃતિઓને બંધ કરવાની જગ્યાએ નવા નવા વિસ્તારમાં તેનો ફેલાવો કરી રહ્યા છે, તેને દબોચી લેવા માટે પણ જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો
બુટલેગર વિજય કોડીયાતર ફરાર
ગાંધીગ્રામમાંથી જે દારૂ પકડાયો છે તે બુટલેગર વિજય કોડીયાતર હાલ ફરાર થઈ ગયો છે. જ્યારે ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી પકડાયેલા દારૂનો કુખ્યાત શખ્સ સલીમ બાદશાહ પોલીસ પકડમાં આવી ગયો છે.