ETV Bharat / city

જૂનાગઢના મયા રામદાસ બાપુના આશ્રમમાં યુવક અને યુવતીના નિકાહ

જૂનાગઢમાં આવેલા મયારામદાસ બાપુના આશ્રમમાં રવિવારે મુસ્લિમ યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં છે. જેનો શ્રેય જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ સંસ્થાને જાય છે. આ અનોખા નિકાહમાં જૂનાગઢના એડિશનલ સેશન્સ જજ રીજવાના બેન બુખારીએ પણ હાજર રહીને લગ્નગ્રંથિથી જોડાયેલા મુસ્લિમ યુગલને શુભકામનાઓ પાઠવી હતી.

જૂનાગઢના મયા રામદાસ બાપુના આશ્રમમાં યુવક અને યુવતીના નિકાહ
જૂનાગઢના મયા રામદાસ બાપુના આશ્રમમાં યુવક અને યુવતીના નિકાહ
author img

By

Published : Jan 31, 2021, 10:59 PM IST

  • સત્યમ સેવા યુવક મંડળનું વધુ એક અનુકરણીય પગલું
  • રામદાસ બાપુના આશ્રમમાં મુસ્લિમ યુવક અને યુવતીના નિકાહ
  • દિવ્યાંગ યુવક અને યુવતી લગ્નગ્રંથિથી જોડાતા સત્યમ સેવા યુવક મંડળનો માન્યો આભાર

જૂનાગઢઃ શહેરમાં આવેલા મયારામદાસ બાપુના આશ્રમમાં રવિવારે મુસ્લિમ યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં છે. જેનો શ્રેય જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ સંસ્થાને જાય છે. આ અનોખા નિકાહમાં જૂનાગઢના એડિશનલ સેશન્સ જજ રીજવાના બેન બુખારીએ પણ હાજર રહીને લગ્નગ્રંથિથી જોડાયેલા મુસ્લિમ યુગલને શુભકામનાઓ પાઠવી હતી. સત્યમ સેવા યુવક મંડળનું આ કોમી એખલાસનું પગલું જૂનાગઢમાં એક નવી રાહ ચીંધી રહ્યુ છે, એક તરફ ધર્મના નામે વૈમનસ્ય ફેલાતું જાય છે, હિન્દુ ધર્મની સંસ્થામાં મુસ્લિમ યુવક અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા છે, જે ખૂબ જ આવકારદાયક આજના સમયમાં માનવામાં આવશે.

જૂનાગઢના મયા રામદાસ બાપુના આશ્રમમાં યુવક અને યુવતીના નિકાહ
જૂનાગઢના મયા રામદાસ બાપુના આશ્રમમાં યુવક અને યુવતીના નિકાહ

સત્યમ સેવા યુવક મંડળ સામાજિકની સાથે ધાર્મિક કામો પણ કરી રહી છે

છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢમાં આવેલી સત્યમ સેવા યુવક મંડળ સામાજિકની સાથે ધાર્મિક કામો પણ કરી રહી છે. આ સંસ્થા અંધ દીકરીઓને અભ્યાસ માટે પણ ખૂબ જ મહેનત કરી રહી છે. દીકરીઓ સમાજમાં આગળ આવે તે માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અનેક સમૂહ લગ્નનું આયોજન પણ સર્વ ધર્મ અને સર્વ સમાજ માટે કરતા આવ્યાં છે. જેમાં આજે અનોખા કહી શકાય તેવા લગ્નનું આયોજન સત્યમ સેવા યુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેને આજે સુપેરે પાર પાડીને કોમી એખલાસનુું એક ઉત્તમ ઉદાહરણ મળી રહે તે પ્રકારે મુસ્લિમ યુગલને લગ્નગ્રંથિથી જોડવાનો શ્રેય મેળવ્યો હતો.

લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલે આ કાર્યને આવકાર્યુ

લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલ પણ સત્યમ સેવા યુવક મંડળના આ કાર્યને ખૂબ જ આવકાર આપી રહ્યું છે અને આગામી દિવસોમાં આ જ પ્રકારે ધાર્મિક કોમી એકતાનું વાતાવરણ બની રહે તે પ્રમાણે સમાજ સેવા કરતી રહે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

એડિશનલ સેશન્સ જજ પણ હાજર રહી શુભકામના પાઠવી

આજના આ અનોખા લગ્ન પ્રસંગમાં એડિશનલ સેશન્સ જજ રીજવાના બેન બુખારી પણ હાજર રહ્યાં હતા અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે સરાહનીય પગલું મુસ્લિમ યુગલને લગ્નથી જોડવાનું હાથ ધર્યું છે, તેને આવકારતા જણાવ્યું હતું કે, ભગવાન તેમને વધુ આવા સારા કાર્યો માટે શક્તિ આપતા રહે તેવી શુભ આશિષ પણ પાઠવી હતી. એક તરફ ધર્મના નામે ભાઇચારાનું વાતાવરણ સતત પ્રદૂષિત અને કલુસીત બનતું જાય છે, આવી પરિસ્થિતિમાં કોમી એકતાનું વાતાવરણ સતત જળવાઇ રહે અને તેમાં ઉત્તરોઉત્તર વધારો થાય તે પ્રકારના આ અનોખા લગ્ન સત્યમ સેવા યુવક મંડળને આભારી છે.

યુવતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સત્યમ સેવા યુવક મંડળે ખર્ચની ઉઠાવી જવાબદારી

મૂળ બિહારની અને હાલ જૂનાગઢમાં તેમના ભાઈ સાથે રહેતી ફરજાના અન્સારીના પરિવારની સ્થિતિ સારી ન હતી. તેમના પરિવારે સત્યમ સેવા યુવક મંડળનો સંપર્ક કરતા તેમના લગ્ન કરવાની તમામ જવાબદારી યુવક મંડળે ઉઠાવી હતી અને કેશોદના જ દિવ્યાંગ અંજુમ સીડા સાથે લગ્નગ્રંથિથી જોડવાના કાર્યક્રમ શરૂઆત કરી દીધી હતી. જ્યારે રવિવારે આ યુગલ લગ્નગ્રંથિથી જોડાયું હતું. આ લગ્નનો મોટાભાગનો ખર્ચ યુવક મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. લગ્ન થયા બાદ યુવક અને યુવતીના પરિવારજનોએ પણ સત્યમ સેવા યુવક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ લગ્ન અમારા માટે ખૂબ મુશ્કેલ હતા, પરંતુ યુવક મંડળે પરિશ્રમ કરીને આ યુગલને લગ્ન સુધી પહોંચાડવા માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.