જૂનાગઢઃ જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ (Junagadh Mahashivaratri Fair 2022) થઈ ગયો છે. તેવામાં અહીં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં નાગા સંન્યાસીઓનું આગમન (Naga hermits in Junagadh) થઈ રહ્યું છે. તમામ સંન્યાસીઓના આગમથી ભવનાથની ગિરિ તળેટી ઊભરાઈ (Mahashivratri 2022) રહ્યું છે.
શરીર પર ભભૂતનો શણગાર કરી સંન્યાસીઓ કરે છે શિવભક્તિ
અહીં 5 દિવસ સુધી શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ શિવજીની ભક્તિમાં (Naga hermits in Junagadh) ડૂબેલા જોવા મળે છે. તેમણે શરીર પર ભભૂતનો શણગાર પણ ધારણ કરેલો હોય છે. નાગા સંન્યાસીઓમાં ભભૂતના શણગારને લઈને પણ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. મહાદેવે તેના સમગ્ર શરીર પર ભભૂત લગાવીને (Importance of Ash Decoration) તપસ્યામાં સતત જોવા મળતા હતા, જેથી શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ પણ શિવરાત્રિના સમય દરમિયાન શરીર પર ભભૂત લગાવીને અલખને ઓટલે મહાદેવની પૂજા (Mahashivratri 2022) કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર
દેવતાઓના પ્રથમ પ્રાગટ્ય બાદ ભભૂતનું ધાર્મિક મહત્ત્વ જોવા મળ્યું
સર્વપ્રથમ વખત સમગ્ર સૃષ્ટિ દેવતાઓનો પ્રાગટ્ય થયું હતું. ત્યારબાદ દેવતાઓમાં પણ તેમનું પ્રાગટ્ય પ્રથમ થયું છે. તેને લઈને અનેક વાદવિવાદ સર્જાયા હતા ત્યારે પ્રાગટ્ય થયેલા તમામ દેવતા દેવીશક્તિને કારણે ભસ્મીભૂત થયા અને તેની ભભૂત બની. ત્યારબાદ રાખમાંથી પણ અવાજ સંભળાયો હતો તેવી ધાર્મિક માન્યતા આજે પણ છે. તે મુજબ તેઓ હજી પણ ભસ્મીભૂત થયા નથી એવું પ્રમાણ રાખમાંથી મળતું હતું. આવા સમયે રાખને પ્રથમ શરીર પર ધારણ કરનાર દેવ તરીકે ભોળાનાથ મહાદેવે પહેલ કરી અને તેમના સમગ્ર શરીર પર ભભૂત લગાવીને ભભૂતને (Importance of Ash Decoration) અંગીકાર.કરી ત્યારથી મહાદેવનો શણગાર ભભૂત આજે પણ ખૂબ ધાર્મિક મહત્વ (Importance of Ash Decoration) ધરાવે છે.
આ પણ વાંચો- Mahashivratri 2022: રવેડીમાં ભાગ લેતા મુખ્ય પાંચ અખાડાઓમાં શિવની પૂજા આજે પણ કરવામાં આવતી નથી,જાણો કેમ
નાગા સંન્યાસીઓ શિવના સૈનિક ગણાય છે
તેવામાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ પણ ભભૂતનો શણગાર ધારણ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભભૂતને (Importance of Ash Decoration) નાગા સંન્યાસીઓના શરીર પરના રક્ષણ તરીકે પણ માનવામાં આવે છે અને તેના કારણે જ મહાશિવરાત્રિના 5 દિવસ દરમિયાન નાગા સંન્યાસીઓ (Importance of Ash Decoration) શરીર પર ભભૂત ધારણ કરીને અલખને ઓટલે ધૂણી ધખાવતા જોવા મળી રહ્યા છે.