- ખાદી બોર્ડ દ્વારા હસ્તકલાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
- લોકલ ફોર વોકલને પ્રોત્સાહન મળે તે માટે થયું આયોજન
- 21મી તારીખ સુધી હસ્તકલાના પ્રદર્શનનું આયોજન કરાયું
જૂનાગઢઃ જિલ્લાના જૂનાગઢમાં રાજ્ય ખાદી બોર્ડ દ્વારા આગામી 21મી તારીખ સુધી હસ્ત નિર્મિત ખાદી તેમજ અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના દર્શન અને તેના વેચાણ માટેની હાટનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખાદી સહિત અન્ય ચીજવસ્તુઓ કે જે સ્થાનિક કારીગરો દ્વારા હસ્તકલાના માધ્યમથી બનાવવામાં આવી હોય તેનું વેચાણ અને પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જે આગામી 21માર્ચ, 2021 સુધી જૂનાગઢમાં આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ ખાદી ખરીદી વોકલ ફોર લોકલનું આહવાન કરતા જામનગરના સાંસદ પૂનમબેન માડમ
મહાત્મા ગાંધી ચરખો અને ખાદીને રાષ્ટ્રનિર્માણના એક પ્રબળ માધ્યમ તરીકે ગણતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ચરખો અને ખાદીને રાષ્ટ્રનિર્માણના એક પ્રબળ માધ્યમ તરીકે ગણતા હતા ગાંધીજી એવું માનતા હતા કે ચરખો અને ખાદી દેશની તમામ સમસ્યાના નિરાકરણ અને રોજગારીનું સર્જન કરવા માટે પૂરતા છે. પરંતુ આધુનિક સમાજમાં ટેકનોલોજીના સતત વધી રહેલા વ્યાપની વચ્ચે ચરખો અને ખાદી ભૂલાયા હોય તેવું વર્તમાન સમયમાં જણાઈ રહ્યં છે. દાંડીકૂચની સુવર્ણ જયંતિના ભાગરૂપે ફરી એક વખત ખાદી લોકો સુધી પહોંચે તેના ભાગરૂપે ખાદીના પ્રદર્શનો અને તેના વેચાણનું આયોજન થઈ રહ્યું છે.