જૂનાગઢઃ શહેરના વયોવૃદ્ઘ પ્રગતિશીલ ખેડૂતે અત્યાર સુધી તેમના સંશોધનના અંતે 300 જેટલા ઘઉંની વિવિધ જાત તૈયાર (Junagadh Wheat Varieties) કરી છે. તેઓ છેલ્લા 50 વર્ષથી ઘઉંમાં સંશોધન કરીને સારી સફળતા મેળવી રહ્યા છે. આ પ્રકારનું સંશોધન કરનારા વયોવૃદ્ધ અંબાવીભાઈ ભલાણી હજી પણ જ્યાં સુધી તેમનું શરીર ચાલી રહ્યું છે ત્યાં સુધી દર વર્ષે ઘઉના સંશોધનને લઈને તેઓ કામ કરશે. 82 વર્ષની વયે પહોંચેલા અંબાવીભાઈ આજે પણ ઘઉના સંશોધન અંગે સતત પ્રયત્નશીલ (Research of a farmer from Junagadh in wheat) જોવા મળી રહ્યા છે.
ખેડૂતની મહેનત રંગ લાવી - ખેડૂતની મહેનતનું પરિણામ એ આવ્યું કે, આજે તેમની પાસે ઘઉંની 300 જેટલી જાતિના સંશોધિત અલગ-અલગ બિયારણો જોવા મળે છે. આ બિયારણ થકી જૂનાગઢ વિસ્તારના ખેડૂતો દર વર્ષે વધુ ઉત્પાદન આપતા તેમ જ ખાવાની દૃષ્ટિએ મીઠા અને વધારે પ્રોટિન આપતા ઘઉં મેળવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, આ ઘઉંમાં કોઈ પણ પ્રકારનો રોગ કે જીવાત આવતી નથી અને તેમને દવા છાંટવાના ખર્ચ થતો નથી. આના કારણે પણ આ ઘઉં ઝેરી રસાયણમુક્ત પણ માનવામાં આવે છે. ઘઉંના બિયારણ થકી દર વર્ષે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ઘણું સારું ઉત્પાદન (Research of a farmer from Junagadh in wheat) લઈ રહ્યા છે.
ખેડૂતે વર્ષ 1967માં શરૂ કર્યું હતું સંશોધન - વર્ષ 1967માં અંબાવીભાઈ ભલાણી સણોસરા નજીક આવેલા લોકભારતી સંશોધન કેન્દ્રમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અમેરિકામાં અભ્યાસ કરીને ભારત આવેલા ડો. જે. એચ. પટેલ લોકભારતી સણોસરામાં ઘઉંના સંશોધન કરવા પહોંચ્યા હતા અને ત્યારથી જે. એચ. પટેલ અને અંબાવીભાઈ ભલાણીના સહયોગથી આજે ઘઉંના સંશોધનની આ સફર 50 વર્ષ કરતાં વધુ સમય પાર કરી ચૂકી છે અને તેના પરિણામે આજે 300 જેટલી ધઉની વિવિધ જાતનું બિયારણ (Research of a farmer from Junagadh in wheat) મળી રહ્યું છે.
ઘઉંના સંશોધન અંગે પ્રાપ્ત થયા અનેક અભિપ્રાયો - એક સાથે 11 વર્ષ કામ કરવાના કારણે અંબાવીભાઈ ભલાણીએ ડોક્ટર જે. એચ. પટેલ પાસેથી ઘઉંના સંશોધન અંગે અનેક અભિપ્રાયો પ્રાપ્ત કર્યા હતા, જે તેમને ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે. લોકવન ઘઉં સામાન્ય રીતે કુદરતી રીતે ઉગેલા ઘઉં માનવામાં આવે છે અને તેના પર સંશોધન થયું અને આજે અંબાવીભાઈ પાસે 300 કરતાં વધુ લોકવન જાતના ઘઉંના બિયારણો જોવા (Research of a farmer from Junagadh in wheat) મળે છે.
ઘઉં વર્ષ 1966 કરતા પૂર્વે ભારતમાં આયાતી ધાન્ય ગણાતું હતું - વર્ષ 1966માં અને તેની પૂર્વે ભારતમાં ઘઉંનું ઉત્પાદન થતું નહતું બીજા વિશ્વયુદ્ધ બાદ નોર્મન બોરલોગ નામના વિદેશી કૃષિ સંશોધનકર્તાએ સતત વધી રહેલી વિશ્વની વસ્તીને ધ્યાને રાખીને અને ખાસ કરીને ઘઉંની અછત ન પડે તેને ધ્યાને લઇને સંશોધન હાથ (Research of a farmer from Junagadh in wheat) ધરાયું હતું. વર્ષ 1966 બાદ ભારતમાં ઘઉંના વાવેતરની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
વર્ષ 1966 પહેલા ભારતમાં ઘઉંનું વાવેદર વિદેશી બિયારણથી થતું હતું - વર્ષ 1966 પૂર્વે ભારતમાં ઘઉંનું વાવેતર વિદેશી બિયારણ થકી થતું હતું, પરંતુ વાતાવરણ અને જમીનની અનૂકુળતાને લઈને ઘઉં ના સંશોધનકારોએ વિદેશી બિયારણમાંથી ભારતની જમીનમાં થઈ શકે તેમ જ આબોહવા અને વાતાવરણ સાથે અનુકૂળ રહી શકે તેવા ઘઉંના સંશોધન કાર્ય હાથ ધર્યું હતું. આજે 1967 બાદ ભારત પોતાની દેશી ઘઉંની જાતો (Research of a farmer from Junagadh in wheat) વિકસાવવામા સફળ રહ્યું છે, જેની પાછળ ડો જે. એચ. પટેલ અને અંબાવીભાઈ ભલાણી જેવા અનેક સંશોધનકારોનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.