જૂનાગઢ શહેર મનપાના માર્ગોને લઈને હવે લોકો વિરોધ કરી રહ્યા છે શહેરમાં મોતીબાગથી લઈને મધુરમ બાયપાસ સુધીનો માર્ગ ખૂબ ખખડધજ બની ગયો છે આ વિસ્તારના રહીશોએ જૂનાગઢ મનપાના સત્તાધીશોને આવેદનપત્ર આવ્યુહતુ ત્યારે ખખડધજ માર્ગોના નવીનીકરણ અને સમારકામને (Demand against Municipal Corporation for fixing ) લઈને શહેરીજનો અને જૂનાગઢ બનાના સત્તાધીશો વચ્ચે વિવાદની નવી લક્ષ્મણ રેખા ખેંચાયેલી જોવા મળે છે.
માર્ગોને લઈને જૂનાગઢ મનપા અને શહેરીજનો સામસામે ચોમાસા દરમિયાન જૂનાગઢ મનપા વિસ્તારમાં મોટાભાગના માર્ગો અતિ ભારે વરસાદને કારણે ખૂબ ખખડધજ બની રહ્યા છે જેને લઈને હવે જૂનાગઢ મનપાના સત્તાધીશો અને શહેરીજનો સીધા ટસલમાં આવી રહ્યા છે પાછલા કેટલાક દિવસો દરમ્યાન મોતીબાગથી લઈને મધુરમ બાયપાસ સુધીનો માર્ગ (Road from Motibagh to Madhuram Bypass) ખખડધજ બનાવવાને લઈને આ વિસ્તારના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો ભારે વરસાદથી રસ્તાઓમાં પડેલા ખાડા રિપેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી
માર્ગના નવીનીકરણ શરૂ થાય તેવી માંગ તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા આજે જૂનાગઢ મહાનગરપાલિકાના (Junagadh Municipal Corporation) સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને ખખડધજ બનેલા માર્ગના નવીનીકરણ શરૂ થાય તેવી માંગ (Demand for Renovation of Dilapidated Roads) કરી છે શહેરીજનોની માંગ અને નવા માર્ગો બનાવવાને લઈને જૂનાગઢ મનપાના સત્તાધીશો વચ્ચે આજે નવી લક્ષ્મણ રેખા ખેંચાયેલી જોવા મળી હતી.
આ પણ વાંચો Rajkot Draft Budget 2022: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ
સત્તાધીશોએ શહેરીજનો પાસે માંગ્યો વિકલ્પ જૂનાગઢ મનપાના ખખડધજ બનેલા માર્ગોને લઈને આજે સત્તાધીશો અને શહેરીજનો વચ્ચે નવી લક્ષ્મણરેખા ખેંચાયેલી જોવા મળી રહી છે શહેરીજનોના આગેવાન તુષાર સોજીત્રા જૂનાગઢ મનપાના સત્તાધિશોને પાણીના નેતાઓ સાથે સરખામણી કરીને જૂનાગઢ મનપાના સત્તાધીશો શહેરીજનોની આંખે પાટા બાંધીને સત્તાના નશામાં મદમસ્ત બની રહ્યા છે. તેવા આક્ષેપ કર્યો હતો. તેના જવાબમાં જૂનાગઢ મનપામાં સ્થાયી સમિતિના ચેરમેન (Chairman Standing Committee Junagadh Municipal) હરેશ પરસાણા એ ચોમાસા દરમિયાન ડામર કામ કઈ રીતે કરી શકાય. તે અંગેનું મટીરીયલ ક્યાંથી મળે તેની સૂચના જૂનાગઢ મનપાને પહોંચતી કરવા શહેરીજનોના આગેવાન તુષાર સોજીત્રાને પડકાર ફેંક્યો હતો. શહેરીજનોના આક્ષેપ અને જૂનાગઢ મનપાના સત્તાધીશોના પડકારની વચ્ચે આજે જૂનાગઢ શહેરની જુદી સમસ્યા પર એક નવી લક્ષ્મણ રેખા ખેંચાયેલી જોવા મળી હતી.