જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાની જેલમાં કેદીઓ જન્મદિવસની ઉજવણી (Junagadh Jail Prisoner's birthday celebration) કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ (Junagadh Prisoner Bday Viral Video) મચ્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, યુવરાજ નામના કેદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ કેદીઓ ફટાકડા ફોડી અને કેક કાપી રહ્યા છે. બીજી તરફ આ વીડિયો અંગે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકે રદિયો આપ્યો (Junagadh Police on Viral Video) હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ ઘટના બની જ નથી.
જેલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરે તેવો વીડિયો
જોકે, વાઈરલ થયેલો આ વીડિયો જેલની સુરક્ષાને (Questions against the security of Junagadh Jail) લઈને ચિંતા ઉપજાવે તેવો છે. પરંતુ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકે વાયરલ થયેલા વીડિયોને (Junagadh Police on Viral Video) રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વીડિયો એડિટ થયેલો હોઈ શકે છે અને તે સત્યથી વેગળો હોવાનું તેમનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જોકે, આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. પરંતુ પોલીસ હવે આ મામલાની તપાસમાં જોડાઈ છે. ત્યારે આ મામલે નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
કેદી જેલમાં જ ફટાકડા ફોડી રહ્યો છે
આપને જણાવી દઈએ કે, વાઈરલ થયેલા આ વીડિયોમાં યુવરાજ નામના કેદીના જન્મદિવસની ઉજવણી (Junagadh Jail Prisoner's birthday celebration) થઈ રહી છે. આ સાથે જ અન્ય એક કેદી જેલમાં જ ફટાકડા ફોડી (Junagadh Prisoner Bday Viral Video) રહ્યો છે. ત્યારે હવે જેલની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા (Questions against the security of Junagadh Jail) છે.