- આપ નેતા નિખિલ સવાણી એક દિવસ જુનાગઢની મુલાકાતે
- ભાજપ અને કોંગ્રેસ પર લોકોની સમસ્યામાં વધારોનો આક્ષેપ
- કોંગ્રેસ પોતાના નેતાની પસંદગી નથી કરી શકતી તે લોકોની સમસ્યા કેમ દૂર કરશે
જૂનાગઢ: આપ નેતા નિખિલ સવાણી આજે એક દિવસને જૂનાગઢની મુલાકાતે (AAP leader Nikhil Savani on junagadh visit) આવ્યા હતા 26/11 ના પક્ષના 10માં સ્થાપના દિવસ નિમિત્તે જનમત અને જનસંપર્ક કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે, તે મુજબ પક્ષના કાર્યકરો સાથે જૂનાગઢમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિખિલ સવાણી પણ હાજર રહેશે પક્ષના યુવાવિગ ને લોકો સુધી પહોંચાડવાની રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવશે પક્ષનું યુવાવિગ પ્રત્યેક લોકો સુધી પહોંચીને તેમણે સમસ્યા માથી કઈ રીતે બહાર કાઢવામાં આવશે તેને લઈને લોકોનો જનમત પણ કેળવશે.
ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈ નિખિલ સવાણીનું નિવેદન
ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને નિખીલ સવાણીએ જૂનાગઢમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે ETV BHARAT સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા દ્વારા રાષ્ટ્રીય જનતા પાર્ટી રાજપા અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાત પરિવર્તન પાર્ટીની GPPની સ્થાપના કરીને વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2021) જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેમને નિષ્ફળતા મળી હતી, ત્યારથી ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને અનેક શંકા-કુશંકાઓ થઇ રહી છે, પરંતુ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ ૧૮૨ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખીને સફળતા મેળવશે અને ગુજરાત પર ત્રીજા મોરચો સફળ થતો નથી તેવુ કલંક પણ દૂર કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષને લઈને નિખિલ સવાણીના કોંગ્રેસ પર સવાલો
પાછલા કેટલાય સમયથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભામાં નેતા વિપક્ષના પદને લઈને કોકડું ગૂંચવાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ બાદ પક્ષના કંગાળ દેખાવને કારણે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા તેમજ વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે આ બંને સંગઠન અને સરકારના પદ પર હજુ સુધી કોઈ નિમણૂક કરવામાં આવી નથી જેને લઇને નિખીલ સવાણીએ કોંગ્રેસ પર સવાલો ઉભા કર્યા છે.
ભાજપ અને કોંગ્રેસના આપની B ટીમના આક્ષેપ પર નિખીલ સવાણીએ આપ્યો જવાબ
આમ આદમી પાર્ટીને કોંગ્રેસ-ભાજપની B ટીમ ગણાવી રહી છે. તેવી રીતે ભાજપ પણ આમ આદમી પાર્ટીને કોંગ્રેસની B ટીમ ગણાવી રહી છે. આ સવાલ પર આપના નેતા નિખિલ સવાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને એક બીજાની બી ટીમ ગણાવી રહ્યો છે. પરંતુ જે પ્રકારે દિલ્હીમાં સફળતાપૂર્વક પાછલા સાત વર્ષથી આપની સરકાર ચાલી રહી છે તે મુજબ ગુજરાતમાં પણ સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપ (AAP in Gujarat)ની સરકારનું સ્થાપન થશે અને આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેનું દિલ્હીની માફક ગુજરાતમાં પણ કચ્ચરઘાણ વાળી દેશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી
આ પણ વાંચો: Vapi Municipality Election 2021: કુલ 172 ફોર્મમાંથી 56 નામંજૂર, 116 માન્ય ઉમેદવાર