ETV Bharat / city

15મી 1947ના રોજ જૂનાગઢમાં ઉજવાયો ન હતો સ્વતંત્રતા દિવસ, જાણો કારણ - Har Ghar tiranga champingh

15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદી દિવસ મનાવવામાં આવશે, ત્યારે આજથી સિત્તેર વર્ષ પહેલા 1947ની 15મી ઓગસ્ટના રોજ જૂનાગઢમાં આઝાદી દિવસ મનાવવામાં આવ્યો ન હતો. જે તે સમયે જૂનાગઢમાં નવાબનું શાસન હતું અને નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને 15મી ઓગસ્ટ 1947ના દિવસે જૂનાગઢમાં આઝાદીનું પર્વ મનાવવામાં આવ્યું ન હતું. independence day 2022

15મી 1947ના રોજ જૂનાગઢમાં ઉજવાયો ન હતો સ્વતંત્રતા દિવસ

author img

By

Published : Aug 15, 2022, 5:30 AM IST

જૂનાગઢઃ 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદી પર્વ (Azadi ka amrit mahotsav ) મનાવવામાં આવશે, પરંતુ આજથી સિત્તેર વર્ષ પહેલા મળેલી આઝાદીનો જશ્ન જૂનાગઢમાં મનાવવામાં આવ્યો ન હતો. જે તે સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાન ત્રીજાનું શાસન હતું. independence day 2022

આ પણ વાંચો : આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ Etv Barat સાથે કરી વાતચીત

જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ : તે સમય જૂનાગઢની પ્રજા ગુંચવણમાં હતી કે, એ દિવસે જૂનાગઢનું નવા બનેલા દેશ પાકિસ્તાન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જેને લઇને જૂનાગઢની પ્રજામાં ભારે નિરાશાની સાથે દુઃખનો માહોલ પણ જોવા મળતો હતો. એક તરફ દેશમાં આઝાદીની ઉજવણી થઈ રહી હતી. ત્યારે બીજી તરફ જૂનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ જૂનાગઢવાસીઓને અકળાવી રહ્યું હતું.

જૂનાગઢની આઝાદી માટે આંદોલન : નવાબની જોહુકમી સામે સરદાર પટેલે જૂનાગઢ આવીને જૂનાગઢની આઝાદી માટે આંદોલન શરૂ કર્યું હતું. જેની પ્રથમ સભા બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢની મુક્તિ માટે શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આઝાદી બાદ ચૂકવવી પડી હતી મોટી કિંમત, ભારત-પાકના કેવી રીતે પડ્યા હતા ભાગલા

જૂનાગઢની મુક્તિની લડાઈ : આરઝી હકૂમતમાં જૂનાગઢના સિંહ સમાન જેની ગણતરી થતી હતી, તેવા રતુભાઇ અદાણીનો સમાવેશ કરીને જૂનાગઢની મુક્તિની લડાઈ શરૂ કરવામાં આવી હતી. આ ચળવળને અંતે નવાબ મહોબતખાન ત્રીજાને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી હતી અને અંતે વર્ષ 1947ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયું હતું. આ સાથે જ જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.