ETV Bharat / city

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ - Narsinh Mehta lake

કોરોના મહામારીની અસર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ પર પણ જોવા મળી છે. સ્ટેન્ડિંગ કમિટીએ એક પણ પ્રકારના વેરા કે ઘર વેરા વધારા વિનાનું બજેટ આપ્યું છે. વર્ષ 2021-2022 માટે રુપિયા 62.30 લાખની પુરાંતવાળુ બજેટ આજે રજૂ કર્યું છે. જે આગામી જનરલ બોર્ડમાં ચર્ચાને અંતે મંજૂર કરવામાં આવશે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ

author img

By

Published : Mar 10, 2021, 7:13 PM IST

  • કોરોના સંક્રમણકાળની અસર જૂનાગઢ મનપાના બજેટ પર જોવા મળી
  • એક પણ પ્રકારના વેરા વધારા વિનાનું બજેટ રજૂ કરાયું
  • નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટિફિકેશન અને સરદારપરા ઓવરબ્રિજને વર્ષમાં પૂર્ણ કરવાનો અંદાજ

    જૂનાગઢઃ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-2022નું વેરા વધારા વિનાનું બજેટ રજી કરાયું છે. આજે સ્ટેન્ડિંગ કમિટી હોલમાં 62 .30 લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે રજૂ કરવામાં આવ્યું છે. આગામી જનરલ બોર્ડમાં ચર્ચાને અંતે બજેટ મંજૂર કરવામાં આવશે. શહેરીજનો પર એક પણ પ્રકારનો ટેકસ નાખ્યા વગરનુ પુરાંતવાળું બજેટ રજૂ કરાયું છે તેમાં કેપિટલ અને રેવન્યૂ આવક મળીને કુલ 384.94 કરોડ રુપિયાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ: પીએમ મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે

બજેટની અન્ય દરખાસ્તો પર એક નજર

જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2021-2022 માટે કુલ 384.99 કરોડના બજેટની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કરીને 384.94 કરોડના બજેટને મંજૂર રાખ્યું છે. જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટિફિકેશન તેમજ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના બસ સ્ટેન્ડ નજીક અને સરદારપરા સ્થિત બે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવા માટે આયોજન કરાયું છે. જેના માટે અનુક્રમે 20 કરોડ અને 125 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો છે. ફાયર ફાઈટર વિભાગને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારની બહાર ફાઈટર મોકલવાના દરમાં પાંચસો રૂપિયાનો વધારો કરીને 2000 કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારનો વધારો કે ટેકસમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અને ગત વર્ષે જે નિર્ધારિત કરાયાં હતાં તે આ વર્ષે પણ પૂર્વવત રહેવાની બજેટમાં જાહેરાત કરાઇ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાને પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ રૂપિયા 2 કરોડની રાહત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.