જૂનાગઢ: પાછલા 30 વર્ષથી પ્રત્યેક ઘર દુકાન વ્યાપારિક સંકુલ અને ઓફિસને ખરાબ અને બુરી નજરથી બચાવવા માટે બાંધવામાં આવતા લીંબુ (Junagadh lemon price hike)મરચાની સુરક્ષા દિનેશભાઈ રાયચુરા કરતા આવ્યા છે. મંગળ અને રવિવારે વેચાણ કરીને મિલકતની સાથે ઘર વ્યાપારિક સંકુલ અને ઓફિસને ખરાબ અને બુરી નજર ન લાગે અથવા તો તેનાથી રક્ષણ આપે તેવા લીંબુ અને મરચાંનું વહેચાણ (Junagadh Lemon Chilly Selling) કરે છે.
મોંઘવારીએ પણ નજર બગાડી: પરંતુ પાછલા એક મહિનાથી લીંબુ અને મરચાના ભાવમાં અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ વધારો થતાં લીંબુ અને મરચાની સુરક્ષા (Lemol Chilli Protects From Evil Eye ) પર જાણે કે મોંઘવારીએ પણ નજર બગાડી હોય તેવો માહોલ જૂનાગઢમાં સર્જાઈ રહ્યો છે.
આ પણ વાંચો: પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો
લીંબુમરચાની સુરક્ષા બની મોંઘી: ગત વર્ષે આ સમય દરમિયાન લીંબુ અને મરચાના ભાવ (Junagadh Lemon Chilly Price) સામાન્ય જોવા મળતા હતા ત્યારે લીંબુ અને મરચાની સુરક્ષા કિંમત માત્ર ત્રણથી લઈને પાંચ રૂપિયા હતી. આજે પ્રતિ કિલો લીંબુનો ભાવ 250 રુપીયાથી લઈને 300 રૂપિયા સુધીનો થયો છે, મરચાં પણ 100 રુપિયાથી લઈ અને 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લીંબુ મરચાની સુરક્ષાનું ઉત્પાદન કરતા લોકોને આ સુરક્ષા 15 રૂપિયામાં પડતર બની રહી છે.
આ પણ વાંચો: સુરતમાં જે પણ આવે છે તેની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે: ઓમ બિરલા
30 વર્ષથી લીંબુ મરચાની સુરક્ષા: આવી પરિસ્થિતિમાં 5થી લઇને 7 રૂપિયામાં લીંબુ મરચાની સુરક્ષા લોકો ખરીદી રહ્યા છે, પરંતુ ખરાબ અને બુરી નજર સામે રક્ષણ આપતી લીંબુ મરચાની સુરક્ષા જે વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે બનાવી રહ્યા છે, તેને 50 ટકા કરતા વધારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ પાછલા 30 વર્ષથી લીંબુ મરચાની સુરક્ષા સાથેની સ્વરોજગારી સાથે જોડાયેલા દિનેશભાઈ રાયચુરા પણ પોતાના પરંપરાગત ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે આજે મથામણ કરી રહ્યા છે.