જૂૂનાગઢ : આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્ર તેમનું સ્વતંત્ર પર્વ મનાવવા જઈ રહ્યું છે, ત્યારે હર ઘર તિરંગા મહાઅભિયાન (Har Ghar Tiranga) શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે તિરંગા અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત આજથી જુનાગઢ શહેરના (Junagadh Har Ghar Tiranga) જાહેર માર્ગો પર સરકાર દ્વારા જેમને મંજૂરી પ્રાપ્ત થઈ છે. તેવી સરકારી એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ (Sale of national flag) થઈ રહ્યું છે. જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઝાદ ચોકમાં સ્ટોલ ઉભો કરીને રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ થયું છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્ટોલ પર દેશ પ્રેમના પ્રચંડ જુસ્સાનો નજારો પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફરકાવ્યો ત્રિરંગો
હનીફભાઈએ સૌને કર્યા આકર્ષિત -જૂનાગઢમાં રહેતા હનીફભાઈએ સ્ટોલ પર આવીને પ્રથમ તેમણે રાષ્ટ્રધ્વજને ખરીદી કરી અને ત્યારબાદ તેઓ અહીં જ રોકાઈ ગયા અને અહીંથી પસાર થતા પ્રત્યેક વ્યક્તિને રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે સમજાવી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવે છે. હનીફભાઈ સવારથી જ તેના ધંધા રોજગાર બંધ કરીને સ્ટોલ પર હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય ના નારા પણ બોલાવી રહ્યા છે. અહીંથી પસાર થતાં પ્રત્યેક શહેરીજનોને રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે પ્રોત્સાહિત (People to buy national flag) કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે
રાષ્ટ્ર પ્રેમની ઝલક - હનીફભાઈ જે રીતે રાષ્ટ્રધ્વજ ખરીદીને અન્ય લોકોને પણ રાષ્ટ્રધ્વજ શા માટે ખરીદવો જોઈએ તે પ્રકારની વાતચીત કરીને લોકોને રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા છે. મોટાભાગના વ્યક્તિઓ હનીફભાઈ (national flag of india) સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે અચૂક રોકાઈ રહ્યા છે. આ દ્રશ્ય રાષ્ટ્રભાવના ખૂબ જ ઉજાગર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, ઓગસ્ટના દિવસોમાં દરેક વ્યક્તિ મોબાઈલમાં તેમજ ઘર પર તિરંગા લગાવે. જેને લઈને આજથી જૂનાગઢ શહેરમાં રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી.