જૂનાગઢ : જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારનો એક શ્વાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્વાનના મોઢા પર પ્લાસ્ટિકની (Junagadh Dogs Video) બોટલ ચડેલી જોવા મળે છે. આ વિડીયો જૂનાગઢના કયા વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી. પરંતુ, આખો દિવસ આ પ્રકારે યાતના ભર્યા સમયમાં વિતાવ્યા બાદ રાત્રીના સમયે શ્વાનને યાતના અને પ્લાસ્ટિકની (Humor With Dogs) બોટલ માંથી મુક્તિ મળી હતી.
આ પણ વાંચો : Leopard Attack on Dog : શ્વાનની અણધારી હિંમતથી દીપડાના થયા આવા હાલ
ટીખળખોરો લોકોએ કરી શ્વાન સાથે મજાક - સ્વાનના મોઢા પર પ્લાસ્ટિકની બરણી ચડેલી હોય તેવો વિડિયો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જૂનાગઢના કયા ચોક્કસ વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી. પરંતુ, કોઈ ટીખળખોરો દ્વારા આ પ્રકારનું કૃત્ય (Acts With Dogs) કરવામાં આવ્યું હશે તેને નકારી શકાય તેમ નથી. વધુમાં સ્વાન કોઈ ખોરાકની શોધમાં પણ બરણીમાં મોઢું નાખ્યું હશે તેવી શક્યતા પણ બની શકે છે. જે પ્રકારે બરણી ખાલી જોવા મળે છે તે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, આ કોઈ ટીખળખોરોની યુક્તિ પ્રયુક્તિ શ્વાનને હેરાન અને પરેશાન કરવા પાછળની હશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
![પેટ ભરવાના કારણે ફરતું શ્વાસ સાથે મશ્કરી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15575255_junagadh1.jpg)
આ પણ વાંચો : માનવતા શર્મશાર : સુરતમાં શ્વાનને થેલીમાં બાંધીને કચરાપેટીમાં ફેકી દીધો, કોણે કર્યું આવું જૂઓ
ક્યારે શ્વાનને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી - સમગ્ર દિવસ દરમિયાન મોઢા પર બરણી લઈને શ્વાન ફરતું હતું. તેને છેક રાત્રીના સમયે કેટલાક પશુપ્રેમીઓએ શ્વાનને પકડીને એના મોઢામાંથી બરણી દૂર કરી જેથી શ્વાનને પણ અકળાવનારી અને આકરી સમસ્યામાંથી મુક્તિ અપાવી હતી. જો આ શ્વાન કોઈ ખોરાકની શોધમાં પોતાનું મોઢું બરણીમાં ફસાવ્યું હોય તો બરણીમાં ખાવા લાયક કોઈ ખોરાક જોવા મળે. પરંતુ, બરણી બિલકુલ સાફ ચોખ્ખી અને ખાલી છે એટલે વિડીયો પરથી એવું પણ કહી શકાય કે આ કોઈ ટીખળખોરો લોકોનો શ્વાન પ્રત્યેનો (Junagadh Harassing Dogs Video) અહોભાવ હશે કે તેને આ પ્રકારની મુશ્કેલીમાં નાખીને વિકૃત મજા મેળવી હશે.