- રેમડેસિવિર ઇન્જેક્શન લઇને જૂનાગઢ જિલ્લા કલેક્ટરની ETV ભારત સાથે વાતચીત
- જિલ્લામાં ઇન્જેક્શનો જથ્થો અપૂરતો હોવાનો ખૂલાસો કર્યો
- શહેર અને જિલ્લામાં હાલ કોરોનાની આપાતકાલીન કોઈ પણ પરિસ્થિતિ નહીં હોવાનો સ્વીકાર
જૂનાગઢ: જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ETV ભારત સમક્ષ વાતચીત કરી હતી. ડો. સૌરભ પારધીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઇન્જેક્શનનો જથ્થો અપૂરતો જોવા મળી રહ્યો છે. તેની સામે ઇન્જેક્શનના નિર્માણ સાથે સંકળાયેલી કંપનીઓ ઇન્જેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાં પહોંચતો કરવા માટે અસમર્થ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ જરૂરિયાત છે તેની સમકક્ષ ઇન્જેકશનનો જથ્થો પરિપૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સાથે સતતવ ચર્ચાઓ કરી રહી છે અને આગામી દિવસોમાં તમામ ઇન્જેકશનનો જથ્થો જૂનાગઢ શહેર અને જિલ્લાને મળે તે દિશામાં કામ કરવા જૂનાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે.
આ પણ વાંચો:કોરોનામાં સરકારની નજર હેઠળ કાળાબજારી ચાલી રહી છે: અર્જૂન મોઢવાડિયા
કલેક્ટરે નગરજનોને આશ્વાસન આપ્યું
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનને લઈને કોઈ આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ આજ સુધી થયું નથી. શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે કોઈ આકસ્મિક વ્યવસ્થા ઉભી કરવી પડે તેમ જ દર્દીઓની પુષ્કળ પ્રમાણમાં નોંધણી જેવી અતિ ગંભીર પરિસ્થિતિ જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી જોવા મળી નથી. પરંતુ જૂનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતીને ગંભીરતાથી લઈને આગવું આયોજન પણ કરી રહી છે, જો આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લા માટે કોઈ તબીબી વ્યવસ્થાથી લઈને દવા સુધીની આવશ્યક અને ઇમરજન્સી જરૂરિયાતો ઉભી થશે તો જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સાથે સંપર્કમાં રહીને કામ કરી રહી છે અને આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની તબીબી સુવિધાઓ કે દવાઓને લઈને ઉણપ નહી આવે તેવો ભરોસો પણ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જૂનાગઢવાસીઓને આપ્યો હતો.
આ પણ વાંચો:ગાંધીનગરમાં 1500 રેમડેસિવિર ઉપલબ્ધ