ETV Bharat / city

જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યો છે શહેરનો એક માત્ર ઓવરબ્રિજ - સિટી ન્યૂઝ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં શહેરનો પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. જેને લઈને ગુરૂવારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મનપાના અધિકારી-પદાધિકારીઓ અને બ્રિજના નિર્માણ સાથે સંકળાયેલા કન્સલ્ટન્સીના કર્મચારીઓએ બ્રિજનો લે-આઉટ ગુરૂવારે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂ કર્યો હતો અને સલાહ સૂચનો એકઠા કર્યા હતા. આગામી દિવસોમાં આ ડિઝાઇન રેલવે મંત્રાલયને આપવામાં આવશે. ત્યાંથી બ્રિજની અંતિમ ડિઝાઇન નક્કી થઈને અંતે જૂનાગઢમાં બનનારા પ્રથમ ઓવરબ્રિજનું આગામી વર્ષોમાં સ્વપ્નું સાકાર થતું જોવા મળશે.

બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયાના 24 મહિના સુધીમાં બ્રિજ પૂર્ણ થવાની આશા

author img

By

Published : Mar 25, 2021, 5:26 PM IST

  • જૂનાગઢમાં આકાર લઇ શકે છે શહેરનો એકમાત્ર અને પ્રથમ ઓવરબ્રિજ
  • ઓવરબ્રિજને લઈને કોર્પોરેશનમાં અધિકારી અને પદાધિકારીઓની મળેલી બેઠક
  • કન્સલટન્ટ એજન્સીએ બ્રિજનો રજૂ કર્યો પ્રાથમિક ચિતાર
  • બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયાના 24 મહિના સુધીમાં બ્રિજ પૂર્ણ થવાની આશા

જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ઓવરબ્રિજ આકાર લઇ શકે છે. તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. ગુરૂવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર મેયર સહિત પદાધિકારી અને અધિકારીઓની હાજરીની વચ્ચે બ્રિજના નિર્માણ કાર્યમાં કન્સલ્ટિંગ એજન્સી દ્વારા બ્રિજનો પ્રાથમિક ચિતાર અધિકારી-પદાધિકારીઓ અને શહેરના નાગરિકો તેમજ કોર્પોરેટરની વચ્ચે રજૂ કરીને બ્રિજના નિર્માણ અને બ્રિજના આકારને લઈને પ્રાથમિક ચિતાર રજૂ કરીને અધિકારીઓ કોર્પોરેટરો અને શહેરના નાગરિકો પાસેથી શહેરમાં બનવા જઈ રહેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને કોઈ સૂચનોને આવકાર્યું હતું.

કન્સલટન્ટ એજન્સીએ બ્રિજનો રજૂ કર્યો પ્રાથમિક ચિતાર

આ પણ વાંચો: નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

રેલવે વિભાગની અંતિમ મંજૂરી બાદ બ્રિજના નિર્માણ કાર્યનું કામ હાથ ધરાશે

સમગ્ર લે-આઉટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રેલવે વિભાગને સુપરત કરવામાં આવશે. આગામી દિવસોમાં રેલવે વિભાગના અધિકારીઓ અને ઇજનેરો પણ બ્રિજની ડિઝાઈન તેમજ તેના નિર્માણને લઈને ચર્ચા કરશે. ત્યારબાદ કોઈ સલાહ સૂચન હશે તો બ્રિજના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કન્સલ્ટિંગ એજન્સી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે યોગ્ય ચર્ચાઓ બાદ તેનું નિરાકરણ આવે તે દિશામાં આગળ વધશે. રેલવે વિભાગની અંતિમ મંજૂરી બાદ જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ પર ધરાઈ શકે છે.

જૂનાગઢમાં આકાર લઇ શકે છે શહેરનો એકમાત્ર અને પ્રથમ ઓવરબ્રિજ

100 કરોડ કરતાં વધુના ખર્ચે બ્રિજ આકાર પામશે

સરદાર પરા અને બસ સ્ટેશન નજીક આવેલા ફાટક નંબર-81 અને 82માં આ ઓવરબ્રિજ નિર્માણનું કામ અંદાજીત 100 કરોડ કરતાં વધુના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં રેલવે વિભાગ પણ ફાટક નંબર-81 પર બનાવા જઈ રહેલા ઓવરબ્રિજમાં 50 ટકા જેટલો આર્થિક સહયોગ પણ આપવા માટે સહમત થયું છે. જમીન સંપાદનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ અગવડ પડશે તેવું હાલના તબક્કે લાગતું નથી. પુલના માર્ગમાં આવતી મોટાભાગની જમીનો કોર્પોરેશન રેલવે, માર્ગ-મકાન અને પોલીસ વિભાગ હસ્તક આવેલી છે. આમ આ ચારેય વિભાગો સરકારી હોવાને કારણે જમીન સંપાદનને લઈને પુલના નિર્માણ કાર્યમાં કોઇ અડચણ ઊભી થાય તેવું જરા પણ લાગતું નથી.

આ પણ વાંચો: મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ 3 મહિના ચાલશે, ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

બ્રિજ રેલવે સ્ટેશન નજીક સરદાર પરાથી શરૂ થઈને ચીખલીયા હોસ્પિટલ સુધી લંબાશે

આ બ્રિજનું નિર્માણ કાર્ય સરદારપુરા નજીક આવેલા રેલવે ફાટક નંબર-81 પરથી શરૂ થશે. બસ સ્ટેશન નજીક આવેલા ફાટક નંબર-82 થઈને જૂનાગઢ સોમનાથ રોડ પર આવેલા ચીખલીયા હોસ્પિટલ પાસે પૂર્ણ થશે. તેવી જ રીતે આ પુલ સરદાર પરાથી ક્રોસ થઈને રેલવે સ્ટેશન સુધી જશે અને ત્યાં જાહેર માર્ગ પર તેને અંતિમ છેડો આપવામાં આવશે. જો આ પુલ જૂનાગઢના ઇતિહાસમાં સાકાર થશે તો આટલા 60 વર્ષથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોને અંતે ટ્રાફિક જામની પળોજણમાંથી મુક્તિ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.