જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો.જતીન રાવલે કરોળીયાની નવિ પ્રજાતિના સંશોધન બાબતે જણાવ્યું હતું કે, અમે કરોળીયા પર છેલ્લા 3 વર્ષથી સંશોધન કરી રહ્યા છે. આ સંશોધન દરમિયાન અમને કરોળીયાની એક નવિ જ પ્રજાતિ મળી આવી છે, તેનું નામ 'નરસિંહ મહેતા' રાખવામાં આવ્યું છે.
કરોળીયાની નવી પ્રજાતિની શોધ
આ વર્લ્ડ સ્પાઈડર કેટેલોગમાં વધુ એક ઉમેરો છે જેમાં હાલમાં લગભગ 49,000 પ્રજાતિઓ જોવા મળે છે. પ્રોફેસર સાથે આ બાબત પર તેમની પીએચડીની વિદ્યાર્થીની નમ્રતા પણ 2.5 વર્ષથી કામ કરી છે. તેમને જણાવ્યું કે અમે વન વિભાગના 5-6 સ્થળોએ વિવિધ સ્પાઈડર પ્રજાતિઓનો અભ્યાસ કર્યો જેણે અમને અમારા સંશોધન સાથે આગળ વધવાની મંજૂરી આપી.