જૂનાગઢઃ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી રહી છે . વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને જૂનાગઢ શહેરમાં સાંજના સમયે એસટી ડેપો નજીક આવેલા રેલવે ક્રોસિંગ પર ભારે ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ (Junagadh ambulance trapped in traffic jam)હતી. મહામહેનતે 10-15 મિનિટના સમય બાદ ચાલકને ટ્રાફિકજામમાંથી એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેલવે ક્રોસિંગ બંધ હોય ત્યારે અને ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય (jubagadh City Traffic Problems)બની રહ્યા છે. આ જગ્યા પરની કાયમી સમસ્યા(Junagadh Traffic Police) દૂર કરવા તાકીદે નિરાકરણ કરવામાં નહીં (Demand For Over bridge in Junagadh)આવે તો આ સમસ્યા કાયમી ધોરણે આજ પ્રકારે જામના દ્રશ્યો સર્જાતાં રહેશે.
ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા અને ઓવરબ્રિજની તાતી જરૂર - જૂનાગઢ શહેરમાં એસટી ડેપો અને વૈભવ ચોકથી લઈને બહાઉદીન કોલેજ સુધી આવેલા રેલવે ક્રોસિંગ પર આ જ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો બિલકુલ સામાન્ય બની રહ્યા છે. દર વર્ષે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આવા સમયે ટ્રેન પસાર થતા રેલવે ક્રોસિંગ બંધ કરવામાં આવે છે અને ત્યારે ટ્રાફિક જામના વરવા દ્રશ્યો (Junagadh ambulance trapped in traffic jam)સામે આવે છે.
સદનસીબે દર્દીની હાલત સ્થિર- આજે જે પ્રકારે એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ (Junagadh ambulance trapped in traffic jam) હતી જેને 10 મિનિટ બાદ બહાર નીકળવામા સફળતા મળી હતી. સદનસીબે દર્દીની હાલત સ્થિર હોય કોઈ પ્રકારનું મોટું નુકસાન ન થયું. પરંતુ તબીબી ઇમર્જન્સીમાં નીકળેલું હોસ્પિટલનું વાહન જો આજ પ્રકારે ટ્રાફિક જામમાં ફસાતું (Junagadh ambulance trapped in traffic jam)રહેશે તો મહામૂલું માનવ જીવન ટ્રાફિક જામને કારણે ગુમાવવું પડે તેવા દિવસો (junagadh City Traffic Problems)હવે દૂર નથી.
આ પણ વાંચોઃ પુષ્પા ભી ઝુકેગા : અભિનેતા અલ્લુ અર્જુને તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવું પડ્યું આટલા પૈસાનું ચલણ