- જૂનાગઢમાં નાતાલની તમામ ઉજવણીઓ કરવામાં આવી રદ
- પ્રત્યેક ઈસાઈ વ્યક્તિ પોતાના ઘરમાં ભગવાન ઇસુની પૂજા કરીને ક્રિસમસ ઉજવી
- કોરોના સંક્રમણને ખાળવા માટે જૂનાગઢ ચર્ચના પાદરીનો અનુકરણીય નિર્ણય
- જૂનાગઢમાં ક્રિસમસનાની તમામ ઉજવણીઓ કરવામાં આવી રદ
જૂનાગઢઃ શુક્રવારના રોજ ઈસાઈ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો નાતાલનો તહેવાર છે. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે, તેના ચૂસ્ત પાલન કરવાની શરતે જૂનાગઢ ચર્ચના પાદરીએ તમામ ધાર્મિક કાર્યક્રમ તેમજ ભગવાન ઇસુના જન્મોત્સવની ઉજવણીના તમામ પ્રસંગોને રદ કરવાની જાહેરાત કરી છે.
જૂનાગઢ ચર્ચના પાદરી ફાધર વિનોદે નિર્ણય કર્યો
તેમજ ભગવાન ઇસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખનાર પ્રત્યેક અનુયાયીઓ પોતાના ઘરમાં જ ભગવાન ઇસુના જન્મોત્સવ નાતાલના રૂપમાં મનાવે તેવી વિનંતી પણ કરી છે. આ પ્રકારની ઉજવણીથી કોરોના સંક્રમણ પણ નહીં ફેલાય અને સંક્રમણને અટકાવવા માટે મદદ મળી શકે છે, તેના કારણે જૂનાગઢ ચર્ચના પાદરી ફાધર વિનોદે નિર્ણય કર્યો છે.
ગત વર્ષે જૂનાગઢ ચર્ચમાં મોટી સંખ્યામાં નાતાલના તહેવારની ઉજવણી માટે અનુયાયીઓ એકઠા થયા હતા
ગત વર્ષે જૂનાગઢમાં આવેલા ચર્ચમાં મોટી સંખ્યામાં ઈસાઈ અનુયાયીઓ ચર્ચમાં નાતાલની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેને લઇને નાતાલની ભવ્ય ઉજવણી થઈ હતી. પરંતુ આજે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તમામ ઉજવણીઓ રદ કરવામાં આવી છે. જેને લઈને ચર્ચમાં એક પણ અનુયાયીઓ જોવા મળ્યા નથી. ગત વર્ષે ચર્ચમાં ભારે ભીડ જોવા મળતી હતી, તેની સામે આ વર્ષે ચર્ચમાં એક પણ વ્યક્તિની હાજરી જોવા મળતી નથી.