- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે
- તાલુકા અને પંચાયતની 4 બેઠક મળીને 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યું
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની સાથે રાજકીય માહોલ સર્જાયો
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતોમાં આગામી 28 તારીખે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની માંગરોળ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત નીચે આવતી તાલુકાની 4 બેઠકો મળીને કુલ 24 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારીપત્ર વાજતે ગાજતે રજૂ કરી હતી. આગામી દિવસોમાં હવે જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થતો જોવા મળશે, ત્યારે આ રાજકીય માહોલ વધુ આગળ વધતો જોવા મળશે.
માંગરોળ તાલુકા પંચાયત ભાજપ અને કોંગ્રેસ માટે બની શકે છે પ્રતિસ્પર્ધાની પંચાયત
વર્ષ 2015માં યોજાયેલી માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 20 બેઠકો પૈકી 7 બેઠક પર ભાજપ અને એટલી જ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા હતા, પરંતુ તાલુકા પંચાયતના શાસન પર અપક્ષોએ મહોર મારી હતી અને કોંગ્રેસે અપક્ષોને પોતાના તરફેણમાં કરીને 5 વર્ષ સુધી તાલુકા પંચાયત પર શાસન કાયમ રાખવામાં સફળ બની હતી, ત્યારે હવે સામાન્ય ચૂંટણીઓ 5 વર્ષ બાદ આવી રહી છે. જેને જોતાં હવે ભાજપ આ વર્ષે બમ્પર બહુમતીથી તાલુકા પંચાયત પર પોતાનું શાસન સ્થપાઇ તેને લઈને કમર કસતી જોવા મળશે.