ETV Bharat / city

આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિના પૂજાનું પણ છે ધાર્મિક મહત્વ

પવિત્ર શ્રાવણ માસ ની શુભ શરૂઆત થઈ રહી છે. શ્રાવણ માસમાં શિવની સાથે શ્રીહરિની પૂજા પણ એટલી જ મહત્વની માનવામાં આવે છે. આજથી શરૂ થયેલા શ્રાવણ માસ જ્યારે મધ્ય સમયે આવશે ત્યારે ભગવાન શ્રી હરિનો જન્મોત્સવ આવશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ અને શ્રીહરિની એક સાથે પૂજા થતી હોય તેવો આ પવિત્ર મહિનો માનવામાં આવે છે આજથી શરૂ થઇ રહેલા શ્રાવણ માસથી કારતક માસ સુધી ધાર્મિક તહેવારોની જાણે કે એક પરંપરા શરૂ થતી હોય તેવા હિન્દૂ ધર્મના ચાર મહિના સુધી શિવ શંકર શ્રીહરિ વિષ્ણુ અને શક્તિ સ્વરૂપ માં જગદંબા ની એક સાથે પૂજા અર્ચના અને ભક્તિ થતી જોવા મળશે.

Shiv
આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિના પૂજાનું પણ છે ધાર્મિક મહત્વ
author img

By

Published : Aug 9, 2021, 7:04 AM IST

  • આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
  • આજથી વિવધ તહેવારો પણ પારંભ
  • શિવ-હરીની પૂજાનો સમન્વય આ માસમાં

જૂનાગઢ: આજથી શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મના આ એક મહિનામાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિની પૂજાનું પણ એટલું જ મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસની મધ્યમાં શ્રી હરિના બાળ સ્વરૂપે પૃથ્વી પર અવતરણનો જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક આસ્થા વિશ્વાસ ભક્તિ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવતો હોય છે. ભગવાન ભોળાનાથના ભક્તો શિવ સ્તુતિમાં મગ્ન બન્યા હોય છે બિલકુલ આવા સમયે શ્રી હરિના સેવકો પણ બાળ સ્વરૂપે ભગવાન શ્રીકૃષ્ણના પૃથ્વી પર અવતરણને લઈને જાણે કે થનગનતા હોય તેવા ધાર્મિક માહોલની વચ્ચે વર્ષમાં એક વખત આવતા શ્રાવણ માસ દરમિયાન શિવ શંકર ની સાથે આદિ-અનાદિ કાળથી શ્રીહરિની પૂજા થતી આવતી જોવા મળે છે.

પૃથ્વીનો ભાર શિવ પર

અષાઢ માસ પૂર્ણ થવાની સાથે જ ભગવાન શ્રી વિષ્ણુ પાતાળ લોકમાં વિશ્રામ માટે જતા હોય છે પૃથ્વી પરના જીવોની જવાબદારી ભગવાન ભોળાનાથ પર આવતી હોય છે અને તેને કારણે જ શિવની પૂજા સાવણ માસ દરમિયાન થતી હોય છે. આજ સમયે ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ સમગ્ર સૃષ્ટિ પર અવતરણ થાય છે. આવા પાવન અવસર અને પવિત્ર માસમાં શિવશંકરની સાથે શ્રી હરિની પણ પૂજા થતી જોવા મળે છે.

આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિના પૂજાનું પણ છે ધાર્મિક મહત્વ

આ પણ વાંચો : શ્રાવણના પ્રથમ સોમવારે આ રીતે પૂજા કરવાથી ભગવાન શંકર થશે પ્રસન્ન

શ્રાવણ માસથી તહેવાનો પ્રારંભ

શ્રાવણ માસને હિન્દુ ધર્મના પારંપરિક તહેવારની શરૂઆતના માસ તરીકે પણ હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજથી ચાર મહિના સુધી સતત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવનો આયોજન થતું હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની સાથે શ્રી હરિ ત્યારબાદ પિતૃદેવોનો એક માસ આવતો હોય છે જેમાં પણ પિતૃઓની પૂજા કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે. આસુરી શક્તિ પર વિજય મેળવનાર મા જગદંબાના નવલા નોરતા આસો માસમાં આવતા હોય છે ત્યારબાદ કારતક માસમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકનો તેનો સમય પૂર્ણ કરીને ફરી પૃથ્વીલોક પર પરત ફરતા હોય છે. સનાતન હિન્દુ ધર્મની આ પરંપરાઓ આજે પણ જોવા મળે છે તેની શુભ શરૂઆત પવિત્ર શ્રાવણ માસથી થતી હોય છે.

આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

શ્રાવણ માસમાં હિંડોળાનો મહિમા

આ સમય દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયમાં અને હવેલી ધર્મના ભક્તો પણ રાધા દામોદરજીને હિચકે જુલાવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન પણ વિવિધ મંદિરો અને ધર્મસ્થાનોમાં ભગવાન શ્રીહરિના હિંડોળા દર્શનનો પણ ખૂબ જ મહિમા જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી હરિને આ સમય દરમિયાન હિંડોળે ઝુલાવવાનો અહોભાગ્ય જે ભક્તોને પ્રાપ્ત થાય છે તે જીવનના ભવ સાગરને પાર કરીને પુણ્ય તરફ પોતાના જીવનને અગ્રેસર કરતા હોય છે. કારતક માસમાં ભગવાન શ્રીવિષ્ણુ પાતાળ લોક માંથી બહાર આવે છે અને ગરવા ગિરનારની પરિક્રમા થયા પછી તુલસી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફરી એક વખત સાંસારિક જીવનના ધાર્મિક સામાજિક કાર્યક્રમોને શુભ શરૂઆત થતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.